નવીદિલ્હી
ધીરે ધીરે ફિલ્મોને સાઉથ, બોલિવૂડ કે પર્ટિક્યુલર લેન્ગવેજની ઓળખથી આગળ વધીને ઈન્ડિયન ફિલ્મનું સ્ટેટ્સ મળી રહ્યું છે. આગામી શુક્વારે રિલિઝ થઈ રહેલી ફિલ્મ ‘મેજર’ પણ તેલુગુ, હિન્દી અને મલયાલમ ભાષામાં રિલિઝ થઈ રહી છે. વર્ષ ૨૦૦૮માં ૨૬/૧૧ પર મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં લોકોના પ્રાણ બચાવનાર શહીદ મેજર સંદીપની બાયોપિક ‘મેજર’ના મુખ્ય કલાકાર અદિવી સેશ અને સાઈ માંજરેકરે મેજર સંદીપના જીવન પર ફિલ્મ બનાવવાનો કોઈ વિચાર નહોતો. હું ૨૬/૧૧ વખતે તેમના બલિદાનથી ખૂબ જ પ્રેરિત હતો. મેં જયારે તેમની સ્ટોરીને જાણી ત્યારે મને થયું કે, તેમણે કેટલું મહાન કાર્ય કર્યું છે અને મેં તેમના વિશે બધા જ પ્રકારની ઈન્ફોર્મેશન એકઠી કરી જેથી હું તેમની જર્ની વિશે વધુ જાણી શકું. મેજર સંદીપે દેશને આગળ રાખીને દેશ માટે તેમનું જીવન ન્યોછાવર કર્યું છે અને તેમના વિશે જાણીને મને થયું કે, તેમની લાઈફ લોકો સમક્ષ રજુ કરવી જરૂરી છે અને ત્યારબાદ મેં ફિલ્મની સ્ટોરી લખવાનું કામ શરુ કર્યું. મેજર સંદીપના પરિવાર પાસેથી ફિલ્મ બનાવવા માટે પરમિશન લેવી અઘરી હતી. તેઓનો ફોન દ્વારા અનેકવાર કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી હતી પરંતુ અમે નાકામ રહ્યા હતા. સદભાગ્યે જયારે તેમની સાથે મુલાકાતનો મોકો મળ્યો તે સમયે પણ તેમણે ના જ કહી હતી. તેમનું કહેવું હતું કે, મેજર સંદીપ પર ફિલ્મ બનાવવા માટે અનેક ફિલ્મ મેકર્સ તેમનો સંપર્ક કરી ચૂક્યા છે અને ફિલ્મ બનાવીને પરિવાર પર મહેરબાની કરતા હોય તેવું વર્તન કરવામાં આવતું હતું. પરંતુ, છ વખત તેમના ફેમિલી તરફથી ના સાંભળ્યા પછી પણ અમે હિંમત નહોતા હાર્યા અને જયારે અમે સાતમી વાર તેમને મળવા ગયા ત્યારે તેમને મારામાં મેજર સંદીપ દેખાયા અને તેમણે તરત જ ફિલ્મ બનાવવા માટે પરમિશન આપી. ફિલ્મને પૂરી કરતા ધાર્યા કરતા વધુ સમય લાગ્યો. કોરોનાના કારણે ફિલ્મનું શૂટિંગ બે વર્ષ સુધી ચાલુ રહ્યું. અમે ભારતના વિવિધ રાજ્યોના ૮૫થી વધુ લોકેશન્સ પર આ ફિલ્મને શૂટ કરી છે. ઈન્ડિયા-ચાઈના બોર્ડર સ્થિત ફક્ત બસો લોકોની વસ્તી ધરાવતા ગામમાં પણ અમે શૂટિંગ કર્યું છે. તે લોકેશન પર લગભગ માઈનસ ૧૦ ડિગ્રી તાપમાનમાં મેં જયારે આપણા સૈનિકોને ડ્યુટી કરતા જાેયા ત્યારે મને થયું કે, ખરા હીરો તો આપણા સૈનિકો છે. તેમની ત્યાગ અને બલિદાનની ભાવના આગળ આપણે સૌ કંઈ નથી.