Delhi

ભારતે ૧૯ શહિદ જવાનોનો ૨ કલાકમાં બદલો લઇ વિશ્વને ચોકાવી દીધું

નવીદિલ્હી
જમ્મુ-કાશ્મીરના ઉરીમાં આર્મી કેમ્પ પર થયેલા હુમલામાં ૧૯ જવાનો શહીદ થયા હતા. આ તમામ શહીદ જવાનોના મોતનો બદલો લેવા માટે ભારતીય સેનાએ છ વર્ષ પહેલા એટલે કે ૨૮-૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬ની રાત્રે પી.ઓ.કેમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. જેમાં, ૫૦ થી વધુ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા. ભારતીય સેનાની આ સર્જિકલ સ્ટ્રાઈકએ દુનિયાને ચોંકાવી દીધા હતા. આજે દેશ આ સર્જિકલ સ્ટ્રાઈકની છઠ્ઠી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. કેન્દ્ર સરકારે ૨૮ સપ્ટેમ્બરે જ દેશના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂક કરી છે. ૯ મહિના પહેલા (સી.ડી.એસ) બિપિન રાવતના આકસ્મિક અવસાન બાદ આ પદ ખાલી હતું, પરંતુ કેન્દ્ર સરકારે બુધવારે દેશના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સી.ડી.એસ) તરીકે નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણની નિમણૂક કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે, સર્જિકલ સ્ટ્રાઈકની રણનીતિમાં નવનિયુક્ત (સી.ડી.એસ) નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણની મહત્વની ભૂમિકા હતી. આજથી છ વર્ષ પહેલા ૨૮-૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬ની રાત્રે થયેલી સર્જિકલ સ્ટ્રાઈકની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તત્કાલીન સંરક્ષણ મંત્રી સ્વ મનોહર પર્રિકર, તત્કાલિન આર્મી ચીફ દલબીર સિંહ સુહાગ, તત્કાલીન ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહ અને તત્કાલીન નોર્થન કમાન્ડના ચીફ લેફ્ટનન્ટ જનરલ દીપેન્દ્ર સિંહ હુડ્ડા અને દ્ગજીછ અજીત ડોભાલે એક સુવ્યવસ્થિત વ્યૂહરચના હેઠળ આને અંજામ આપ્યો હતો. આ સુવ્યવસ્થિત વ્યૂહરચનામાં ભારતીય સેનાએ ર્ઁંદ્ભમાં ઘૂસીને ૫૦થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ આતંકવાદીઓએ ઉરીમાં આર્મી કેમ્પ પર હુમલો કર્યો હતો. જેમાં ભારતીય સેનાના ૧૯ જવાનો શહીદ થયા હતા. આ હુમલાને લઈને દેશભરમાં ભારે આક્રોશ જાેવા મળ્યો હતો. દેશની ભાવનાઓને માન આપીને ભારત સરકારે પણ સર્જિકલ સ્ટ્રાઈકની યોજના બનાવી અને સેનાએ ર્ઁંદ્ભમાં ઘૂસીને આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન ભલે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં હોબાળો મચાવતું હોય, પરંતુ વિશ્વમાં ભારતીય સેનાની હિંમત, સરકારની કુશળ વ્યૂહરચનાથી સૌને આશ્ચર્ય થયું હતું. સર્જિકલ સ્ટ્રાઈકનું ઓપરેશન સંપૂર્ણ રીતે ગોપનીય સ્તરે તૈયાર કરવામાં આવ્યું હતું. માત્ર પસંદગીના ૭ લોકોને જ આ ઓપરેશનની જાણ હતી. બીજા કોઈને આ વ્યૂહરચના વિશે પણ જાણ ન હતી. કમાન્ડોને પાક અધિકૃત કાશ્મીરમાં સર્જીકલ ઓપરેશન માટે માત્ર ૨ કલાકનો સમય આપવામાં આવ્યો હતો. ભારતીય વાયુસેના આકાશમાં લગભગ ૩૫ હજાર ફૂટની ઊંચાઈથી આ ઓપરેશન પર નજર રાખી રહી હતી, જેમાં ડોગરા અને બિહાર રેજિમેન્ટના કુલ ૧૨૫ કમાન્ડો સામેલ હતા. બંને રેજિમેન્ટમાંથી તૈયાર સ્પેશિયલ જાેઈન્ટ પેરા કમાન્ડોએ આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. આ તમામ કમાન્ડો પગપાળા ર્ઁંદ્ભમાં પ્રવેશ્યા હતા અને ઓપરેશન કરીને સુરક્ષિત પરત ફર્યા હતા.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *