નવીદિલ્હી
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના રસ્તાઓ પર જગ્યાઓ પર પાર્ક કરાયેલા બેફામ વાહનોને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. આ મુશ્કેલીમાંથી બહાર આવવાના માર્ગ તરીકે મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ આવા જાેખમી વાહનો પર કાર્યવાહી શરૂ કરી છે. આ અંગે તેમણે ટિ્વટ પણ કર્યું હતું. સંજય પાંડેએ ટ્વીટ કરીને શહેરમાંથી અત્યાર સુધીમાં ૩૫૮ ખટારા વાહનોને હટાવવાની માહિતી આપી છે. આ ટ્વીટમાં તેમણે ટાટા અને મહિન્દ્રા કંપની પાસેથી આ કામ જલ્દી પૂર્ણ કરવા માટે મદદની અપીલ પણ કરી છે. આ અપીલ પર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના સર્વેસર્વા આનંદ મહિન્દ્રાએ તાત્કાલિક પ્રતિભાવ આપ્યો છે. મુંબઈના રસ્તાઓ પરથી ખટારા વાહનોને હટાવવા માટે ટૂંક સમયમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની ટ્રકો મોકલવામાં આવશે. મુંબઈ પોલીસ કમિશનરના ટ્વીટના જવાબમાં આનંદ મહિન્દ્રાએ સંદેશ આપ્યો છે કે, ‘અમારી ટ્રક ટીમ ટૂંક સમયમાં તમારો સંપર્ક કરશે.’ આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરીને લખ્યું, ‘મુંબઈના પોલીસ કમિશનર બન્યા પછી તમે કોઈ સમય બગાડ્યો નથી. હું તમારી અપીલનો જવાબ આપવામાં પણ સમય બગાડીશ નહીં. અમારી મહિન્દ્રા ટ્રક ટીમ તમારો સંપર્કમાં કરશે.’ પોલીસ કમિશનર સંજય પાંડેએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મુંબઈ મહાનગરપાલિકાની મદદથી શહેરના ૩૫૮ ખટારા વાહનોને હટાવી લેવામાં આવ્યા છે. આ કામ હજુ ચાલુ છે. આ ખટારા વાહનોને લઈ જવા માટે મોટી લારીઓની જરૂર પડે છે. આ વાત સંજય પાંડેએ પોતાના ટ્વીટમાં લખી હતી. તેમણે પોતાની આ ટ્વીટ મહિન્દ્રા અને ટાટા કંપનીને ટેગ કરી હતી. આ કામમાં તેમણે આ બંને કંપનીઓને મદદ માટે કહ્યું હતું. કમિશનર સંજય પાંડેની આ અપીલના જવાબમાં, આનંદ મહિન્દ્રાએ મદદનો હાથ લંબાવ્યો છે અને મુંબઈ શહેરને સુધારવા માટે એક સારું પગલું ભર્યું છે. અહીં એક વાત નોંધવા જેવી છે. આખરે શું કારણ છે કે મુંબઈ પોલીસ કમિશનરને ટાટા અને મહિન્દ્રા જ યાદ આવ્યા.