નવીદિલ્હી
યુપીએસસીના જાહેર થયેલા પરિણામમાં મહિલાઓનો દબદબો જાેવા મળી રહ્યો છે. શ્રુતિ શર્માએ આ પરીક્ષામાં ટોપ કર્યું છે જ્યારે ટોપ ૩માં અન્ય બે યુવતીઓમાં અંકિતા અગ્રવાલ અને ગામિની સિંગલાનો સમાવેશ થાય છે. ચોથા નંબરે પણ મહિલા જ છે જેનું નામ એશ્વર્યા વર્મા છે. પાંચમા નંબરે ઉત્કર્ષ દ્વિવેદી છે. યક્શ ચૌધરી છઠ્ઠા નંબરે, આઠમા નંબરે ઈશિતા રાઠી, નવમા નંબરે પ્રીતમ કુમાર અને દસમા નંબરે હરકીરત સિંહ રંધાવા છે. ટોપર શ્રુતિ વિશે વાત કરીએ તો શ્રુતિ સેન્ટ સ્ટીફન્સ કોલેજ અને જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયની પૂર્વ વિદ્યાર્થીની છે અને જામિયા મિલિયા ઈસ્લામિયા આવાસીય કોચિંગ એકેડેમીમાં યુપીએસસી સિવિલ સેવા પરીક્ષાની તૈયારી કરી રહી હતી. કુલ ૬૮૫ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી. જેમાંથી ૨૪૪ જનરલ કેટેગરીના છે. ૭૩ ઈડબલ્યુએસ, ૨૦૩ ઓબીસી, ૧૦૫ એસસી અને ૬૦ એસટી કેટેગરીના છે. ઈન્ટરવ્યુ અને મુખ્ય પરીક્ષામાં પ્રદર્શનના આધારે મેરિટ બહાર પાડવામાં આવ્યું છે. સિવિલ સેવાની પરીક્ષાઓનું આયોજન દર વર્ષે ેંઁજીઝ્ર દ્વારા કરાવવામાં આવે છે. દર વર્ષે ૈંછજી અને ૈંઁજી ઓફિસર બનવા માટેના સપના જાેતા લાખો ઉમેદવારો યુપીએસસી સિવિલ સેવા પરીક્ષા આપે છે. આ પરીક્ષા દેશની સૌથી પડકારજનક સ્પર્ધાત્મક પરીક્ષામાંથી એક ગણાય છે. ત્રણ સ્ટેજ પ્રી, મેન અને ઈન્ટરવ્યુ બાદ પરિણામોની જાહેરાત કરવામાં આવે છે. મુખ્ય પરીક્ષા અને ઈન્ટરવ્યુમાં પ્રદર્શનના આધારે ફાઈનલ મેરિટ યાદી બહાર પાડવામાં આવે છે. યુપીએસસી સિવિલ પરીક્ષા દ્વારા ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસિઝ (આઈએએસ), ભારતીય પોલીસ સર્વિસિઝ (આઈપીએસ) અને ભારતીય ફોરેન સર્વિસિઝ (આઈએફએસ), રેલવે ગ્રુપ એ (ઈન્ડિયન રેલવે એકાઉન્ટ સર્વિસ), ઈન્ડિયન પોસ્ટલ સર્વિસિઝ, ભારતીય પોસ્ટ સેવા, ઈન્ડિયન ટ્રેડ સર્વિસિઝ સહિત અને સેવાઓ માટે પસંદગી થાય છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આજે સિવિલ સેવા પરીક્ષાના ફાઈનલના પરિણામ જાહેર કરી દેવાયા છે. જેમણે પરીક્ષા આપી હોય તેઓ પોતાના પરિણામ યુપીએસસીની અધિકૃત વેબસાઈટ ેॅજષ્ઠ.ર્ખ્તદૃ.ૈહ પર જઈને ચેક કરી શકે છે. આ વખતે ટોપ ૩માં ત્રણેય ત્રણ છોકરીઓ છે. શ્રુતિ શર્માએ ફાઈનલ પરિણામમાં ઓલ ઈન્ડિયા પ્રથમ ક્રમ મેળવ્યો છે.