Delhi

વડાપ્રધાન મોદી આજે પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

નવીદિલ્હી
વડાપ્રધાન કુલ ૩૨.૨ કિમી પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટના ૧૨ કિમીના ફેઝનુ ઉદ્‌ઘાટન કરશે. આ સમગ્ર પ્રોજેક્ટ કુલ રૂ. ૧૧,૪૦૦ કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન મોદી ગરવારે મેટ્રો સ્ટેશન ખાતે, સમગ્ર પ્રોજેક્ટનુ નિરીક્ષણ પણ કરશે અને ત્યાંથી આનંદનગર મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોમાં મુસાફરી કરશે. બપોરે લગભગ ૧૨ વાગ્યે, વડા પ્રધાન અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે અને તેનું ઉદ્‌ઘાટન કરશે. તેઓ મુલા-મુથા નદીના પ્રોજેક્ટના કાયાકલ્પ અને પ્રદૂષણ ઘટાડવા માટે શિલાન્યાસ પણ કરશે. રૂ.૧૦૮૦ કરોડથી વધુના પ્રોજેક્ટના ખર્ચે નદીના નવ કિલોમીટરના પટને પુનઃજીવિત કરવામાં આવશે. જેમાં નદી કાંઠાની સુરક્ષા, ઈન્ટરસેપ્ટર સીવેજ નેટવર્ક, જાહેર સુવિધાઓ, બોટિંગ પ્રવૃત્તિ વગેરે જેવા કાર્યોનો સમાવેશ થશે. મુલા-મુથા નદી પ્રદૂષણ નિવારણ પ્રોજેક્ટ રૂ. ૧૪૭૦ કરોડથી વધુના ખર્ચે “એક શહેર એક ઓપરેટર” ના વિચાર પર અમલમાં આવશે. આશરે ૪૦૦ સ્ન્ડ્ઢ ની કુલ ક્ષમતા સાથે કુલ ૧૧ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોજેક્ટ હેઠળ બાંધવામાં આવશે. વડાપ્રધાન ૧૦૦ ઈ-બસ અને બાનેરમાં બનેલા ઈ-બસ ડેપોનું પણ લોકાર્પણ કરશે. પુણેના બાલેવાડી ખાતે બનેલ આર.કે લક્ષ્મણ આર્ટ ગેલેરી-મ્યુઝિયમનું ઉદ્‌ઘાટન વડાપ્રધાન કરશે. મ્યુઝિયમની વિશેષતા માલગુડી ગામ પર આધારિત લઘુચિત્ર મોડેલ છે, જેને ઑડિયો-વિઝ્‌યુઅલ ઇફેક્ટ્‌સ દ્વારા જીવંત કરવામાં આવશે. કાર્ટૂનિસ્ટ આર. ના. લક્ષ્મણ દ્વારા બનાવેલા કાર્ટૂન, આ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે. આ પછી, લગભગ ૧ઃ૪૫ વાગ્યે, વડા પ્રધાન સિમ્બાયોસિસ યુનિવર્સિટીની સુવર્ણ જયંતિ ઉજવણીનો પ્રારંભ કરાવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ ૬ માર્ચના રોજ પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્‌ઘાટન કરશે. વડાપ્રધાન વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. વડાપ્રધાન મોદી સવારે ૧૧ વાગ્યે પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશન પરિસરમાં ૧૮૫૦ કિલો ગન મેટલથી બનેલી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરશે. આ મૂર્તિ લગભગ ૯.૫ ફૂટ ઊંચી છે. વડાપ્રધાન સવારે ૧૧.૩૦ વાગ્યે પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્‌ઘાટન કરશે. આ પ્રોજેક્ટ પુણેમાં અવરજવર માટે વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાનો પ્રયાસ છે. ૨૪ ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ વડાપ્રધાન દ્વારા પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો.

PM-Modi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *