નવીદિલ્હી
સુપ્રીમ કોર્ટે ઉચ્ચ જાતિઓમાં આર્થિક રીતે નબળા વર્ગ (ઈઉજી)ના મુદ્દા પર સુનાવણી કરતા લાગ્યું કે, ગરીબી એક સ્થાયી વસ્તુ નથી, તેથી તેમને વિવિધ સકારાત્કમ કાર્યોના માધ્યમથી પ્રોત્સાહન આપી શકાય છે.તેથી આ બાબતે તેમને સરકારી નોકરી અને શિક્ષણ સંસ્થાઓમાં ૧૦ ટકા કોટા આપવાની જગ્યાએ શિષ્યવૃતિ આપી શકાય. કોર્ટે કહ્યું કે, અનામત શબ્દનો સામાજિક અને આર્થિક સશક્તિકરણ જેવા અલગ અલગ અર્થ છે. અને તે એવા વર્ગ માટે છે, જે સદીઓથી ઉત્પીડનનો ભોગ બનતા આવ્યા છે. ચીફ જસ્ટિસ યૂયૂ લલિતની અધ્યક્ષતાવાળી પાંચ જજાેની સંવિધાન પીઠે કહ્યું કે, સદીઓથી જાતિ અને વ્યવસાયના કારણે પ્રતાડિત લોકોને અનામત આપવામાં આવે છે અને ઉચ્ચ જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ અને મફત શિક્ષણ જેવી સુવિધાઓ આપવામા આવે છે. જ્યારે અન્ય અનામત વિશે વાત કરીએ તો, તે વંશ સાથે જાેડાયેલ છે. તો વળી પછાતપણું કોઈ અસ્થાયી વસ્તુ નથી, પણ સદીઓ અને પેઢીઓ સુધી ચાલે છે, પણ આર્થિક પછાતપણું અસ્થાયી હોઈ શકે છે. કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ૧૦૩માં સંવિધાન સંશોધનનો બચાવ કરતા કહ્યું કે, સામાન્ય વર્ગને ઈઉજી માટે ૧૦ ટકા કોટા એસસી, એસટી અને ઓબીસીને મળતા ૫૦ ટકા અનામતને છંછેડ્યા વિના આપાવામાં આવે છે. કોઈ સંવૈધાનિક સંશોધન આ સ્થાપિત કર્યા વિના રદ ન કરી શકાય કે આ સંવિધાનના મૂળ ઢાંચાનું ઉલ્લંઘન કરે છે. બીજાે પક્ષ એ વાતની ના ન પડી શકે કે, તે અનારક્ષિત વર્ગમાં સંઘર્ષ કરી રહેલા અથવા ગરીબીથી ઝઝૂમી રહેલા લોકોને કોઈ સહારાની જરુર છે. તેના વિશે કોઈ શંકા નથી. પીઠે કહ્યું કે, જે રજૂ કરાઈ રહ્યું છે તે એ છે કે, આપ થ્રેશોલ્ડ સ્તર પર યોગ્ય અવસર આપીને તે વર્ગ ઉપર ઉઠાવવામાં આવતા પ્રયાસ કરી શકો છો. જેમ કે, ૧૦ ૨ સ્તર પર તેમને શિષ્યવૃતિ આપવી, તેમને ફ્રીશિપ આપો, જેથી તેમને શિખવાનો અવસર મળે, તે ખુદને શિક્ષિત કરે અથવા ખુદ ઉપર આવે. કોર્ટે કહ્યું કે, એક પરંપરાગત અવધારણા તરીકે અનામતના અલગ અલગ અર્થ છે અને તે ફક્ત આર્થિક સશક્તિકરણ નથી, પણ સામાજિક અને રાજકીય સશક્તિકરણ વિશે પણ છે.
