નવીદિલ્હી
જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવા વિરુદ્ધ અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા તૈયાર છે. આ મામલામાં દશેરા બાદ સુનાવણી થશે. આ કેસ સાથે જાેડાયેલ એક વકીલે સીજેઆઈ યૂયૂ લલિતની બેન્ચ સામે આ મામલાની સુનાવણીની માગ કરી છે. તેમણે કહ્યું કે, આ એક મહત્વપૂર્ણ મામલો છે. ઝ્રત્નૈંએ કહ્યું કે, તે જરુર આ મામલાને સૂચિબદ્ધ કરશે. તેના પર દશેરાની રજાઓ બાદ સુનાવણી કરશે. હકીકતમાં જાેઈએ તો, ૨૦૧૯માં હટાવવામાં આવેલી કલમ ૩૭૦ને લઈને કેટલીય અરજીઓ સુપ્રીમ કોર્ટમાં આવેલી છે. આ મામલાને પાંચ જજાેની સંવિધાન પીઠને મોકલવામાં આવ્યો હતો. પણ ફેબ્રુઆરી ૨૦૨૦ બાદ આ કેસમાં સુનાવણી થઈ શકી નથી. ઓગસ્ટ ૨૦૧૯માં કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં લગભગ ૪ મહિના બાદ ડિસેમ્બર ૨૦૧૯માં ૫ ન્યાયાધીશોની પીઠ સમક્ષ અનુચ્છેદ ૩૭૦ કેસની સુનાવણી શરુ થઈ હતી. મામલામાં એક પ્રારંભિક મુદ્દો ઉઠાવ્યો કે શું ૭ ન્યાયાધીશોની પીઠને આ કેસ સોંપવો જાેઈએ કે પાંચ જજાેની બે પીઠની રાયમાં મતભેદ હતો. ૨ માર્ચ ૨૦૨૦ના એક ચુકાદામાં સંવિધાન પીઠે માન્યું કે, કલમ ૩૭૦ અંતર્ગત જાહેર રાષ્ટ્રપતિના આદેશને પડકાર આપતા મામલાને એક મોટી પીઠને સંદર્ભિત કરવાની કોઈ જરુર નથી. અરજીઓ પર ૨ માર્ચ ૨૦૨૦ બાદ કોઈ સુનાવણી થઈ શકી નથી. બાદમાં કોરોનાને લઈને કોર્ટમાં વર્ચુઅલ સુનાવણી શરુ થઈ. હવે કોર્ટ કોલ્ડ સ્ટોરેજમાંથી બહાર નિકળવા પર રાજી થઈ ગયું છે. ૫ જજાેની સંવિધાન પીઠ સમક્ષ અરજીઓ અટવાયેલી છે. અરજીમાં અનુચ્છેદ ૩૭૦ અને અનુચ્છેદ ૩૫ (એ)ને હટાવાના ર્નિણયને પડકાર આપવામાં આવ્યો હતો. જેને ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ રાષ્ટ્રપતિના આદેશના માધ્યમથી જમ્મુ અને કાશ્મીરમાં વિશેષ દરજ્જાે હટાવ્યો હતો. તેમાંથી અમુક રાજ્યએ બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વિભાજને પણ પડકાર આપ્યો છે. વિભાજન ૩૧ ઓક્ટોબરથી પ્રભાવી થયો છે. અનુચ્છેદ ૩૭૦ની અરજીઓમાં મુખ્ય અરજીકર્તા નેશનલ કોન્ફ્રેંસના સાંસદ અકબર લોન હસનૈન મસૂદી, જમ્મુ કાશ્મીર પીપુલ્સ કોન્ફ્રેંસના પ્રમુખ સજ્જાદ લોન, પૂર્વ સૈન્ય અધિકારી અને બ્યૂરોક્રેટ્સ, શેહલા રશીદ, વકીલ એમએલ શર્મા, શાકિર શબ્બીર એન્ડ શોઅબ કુરૈશી છે. કેન્દ્રએ ૫ ઓગસ્ટના રોજ કલમ ૩૭૦ને હટાવનારી રાષ્ટ્રપતિની ઘોષણાને એવું કહીને યોગ્ય ઠેરવી હતી કે, આ જાેગવાઈ ભારત સાથે જમ્મુ અને કાશ્મીર માટે યોગ્ય એકીકરણની મંજુરી નથી આપતું.


