ન્યુદિલ્હી
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈઁર્હ્લં) સંબંધિત એક મહત્વપૂર્ણ માહિતી બહાર આવી રહી છે. ટૂંક સમયમાં જ ઈઁર્હ્લંની સેલરી લિમિટ દર મહિને ૧૫૦૦૦ રૂપિયાથી વધારીને ૨૧૦૦૦ રૂપિયા કરવામાં આવી શકે છે. પગાર મર્યાદા વધારવાની દરખાસ્ત ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા સરકારને કરવામાં આવી છે. આનાથી સંગઠિત ક્ષેત્રના ઘણા કર્મચારીઓને ફાયદો થશે અને ઓછામાં ઓછા ૭૫ લાખ કર્મચારીઓ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં વધુ જાેડાઈ શકશે. તેમજ આ કર્મચારીઓ ઈઁર્હ્લંની નવી યોજનાઓનો લાભ લઈ શકશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાે સરકાર સમિતિના રિપોર્ટને સ્વીકારે છે, તો તેને પાછલી તારીખથી લાગુ કરી શકાય છે. તેનાથી મોટી સંખ્યામાં લોકોને ફાયદો થશે. અગાઉ વર્ષ ૨૦૧૪માં ઈઁર્હ્લંની પગાર મર્યાદા વધારવામાં આવી હતી. ૨૦૧૪ પહેલા આ મર્યાદા ૬,૫૦૦ રૂપિયા હતી જે બાદમાં વધારીને ૧૫,૦૦૦ રૂપિયા કરવામાં આવી હતી. આ મર્યાદા વધાર્યા પછી પણ ઘણા કર્મચારીઓને તેનો લાભ મળ્યો. હવે હાલમાં તેની મર્યાદા ૧૫,૦૦૦ રૂપિયાથી વધારીને ૨૧,૦૦૦ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ઈકોનોમિક ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ, એક અધિકારીએ જણાવ્યું છે કે જાે ઈપીએફઓનું સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ સરકાર દ્વારા કમિટીના પ્રસ્તાવને લાગુ કરે છે, તો આવી સ્થિતિમાં મોંઘવારીના આ યુગમાં લાખો કર્મચારીઓને ફાયદો થશે. કોરોના મહામારીને કારણે કંપનીઓ પહેલાથી જ ઘણા દબાણમાં કામ કરી રહી છે. રોગચાળાને કારણે કંપનીની બેલેન્સ શીટ પર ઘણું દબાણ આવ્યું છે. આવી સ્થિતિમાં સરકારે આ પ્રસ્તાવનો યોગ્ય સમયે અમલ કરવો જાેઈએ. સાથે જ સરકાર પર બોજ ઘણો વધી જશે. વર્તમાન સ્થિતિમાં સરકાર પેન્શન સ્કીમ એટલે કે ઈઁર્હ્લં પર દર વર્ષે લગભગ ૬,૭૫૦ રૂપિયા ખર્ચે છે. સમિતિની ભલામણો લાગુ કર્યા બાદ ઘણા કર્મચારીઓને તેનો લાભ મળશે.


