નવીદિલ્હી
સબ્સિડી વધારવાના ર્નિણયથી હવે કિસાનોને મળનાર ખાતરના ભાવ વધશે નહીં અને તે જૂના ભાવે મળતું રહેશે. કેબિનેટના ર્નિણયની જાણકારી આપતા સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે ડીએપી ખાતરની પ્રતિ બેગ પર મળનારી સબ્સિડીને ૧૬૫૦ રૂપિયાથી વધારી ૨૫૦૧ રૂપિયા કરી દેવામાં આવી છે. એટલે કે ખાતરની એક બેગ પર સબ્સિડીમાં ૮૫૦ રૂપિયાનો વધારો થયો છે. તેની અસર તે થશે કે ડીએપી ખાતરની એક બેગ પહેલાની જેમ ૧૩૫૦ રૂપિયા પર મળતી રહેશે. અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે આ સબ્સિડી આ વર્ષે ખરીફ સિઝન માટે વધારવામાં આવી છે અને વધેલી સબ્સિડી ૩૦ સપ્ટેમ્બર સુધી લાગૂ રહેશે. એટલે કે ખરીફ સિઝનમાં ડાંગર અને અન્ય પાકની ખેતી માટે કિસાનોને આ વર્ષે પણ પહેલાના ભાવ પર ખાતર મળતું રહેશે. ઠાકુર પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં ફર્ટિલાઇઝરના ભાવ વધવા છતાં સરકારે કિસાનો પર તેની અસર પડવા દીધી નથી. કેબિનેટની બેઠકમાં નક્સલ વિસ્તારમાં ૨૫૪૨ મોબાઇલ ટાવરોને ૨જીથી ૪જીમાં અપગ્રેડ કરવા અને જમ્મુ-કાશ્મીરમાં ૫૪૦ મેગાવોટ ક્ષમતાવાળી ક્વાર જળ વિદ્યુત પરિયોજનાને પણ મંજૂરી આપી છે. ખરીફ સિઝનમાં ડાંગર અને અન્ય પાકની વાવણી પહેલા કિસાનો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્રીય કેબિનેટે ખરીફ સિઝન માટે ફર્ટિલાઇઝર પર અપાતી સબ્સિડી વધારવાનો ર્નિણય કર્યો છે. કેબિનેટે કુલ ૬૧૦૦૦ કરોડની સબ્સિડીને મંજૂરી આપી છે.


