અમરેલી
હાલ દેશમાં ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતના દરિયાઈ વિસ્તાર એપી સેન્ટર બન્યા છે ત્યારે અમરેલીના પીપાવાવ પોર્ટ પર કોન્ટ્રાક લોજીસ્ટીકમાં કન્ટેનર સિઝ કરવામાં આવ્યું છે. તેમજ ડીઆરઆઈ ટીમ દ્વારા કન્ટેનરમાં ડ્રગ્સની આશંકાને લઇને સેમપ્લ લેવામાં આવ્યાં છે. ડીઆરઆઈ દ્વારા સેમ્પલ લઇ એફએસએલમાં મોકલવામાં આવ્યાં છે. તેમજ હાલમાં કંડલા પોર્ટ બાદ ડીઆરઆઈની પીપાવાવ પોર્ટ પર નજર છે. પોર્ટ પરથી ડ્રગ્સ ઝડપાવાના વધતા કેસને લઇને કેન્દ્રીય એનજન્સી વધુ સતર્ક બની છે. જેના ભાગરુપે અમરેલીના પીપાવાવ પોર્ટ પર કોન્ટ્રાક લોજીસ્ટીકમાં કન્ટેનર સિઝ કરવામાં આવ્યું છે. તેમજ ડીઆરઆઈની ટીમ દ્વારા કન્ટેનરમાં ડ્રગ્સની આશંકાને લઇ સેમ્પલ લેવામાં આવ્યાં છે. ડીઆરઆઈ દ્વારા સેમ્પલ લઇને એફએસએલમાં મોકલવામાં આવ્યાં છે. તેમજ હાલમાં કંડલા પોર્ટ બાદ ડીઆરઆઈની નદર પીપાવાવ પોર્ટ પર છે. જેના પગલે શંકાસ્પદ જણાતું કન્ટેનર સિઝ કરવામાં આવ્યું છે. ડીઆરઆઈ સાથે પીપાવાવ પોર્ટમાં એટીએસની ટીમ પણ જાેડાઇ હતી. અમદાવાદથી એટીએસના અધિકારીઓ સાંજથી મધરાત સુધી હતા. આ નશીલા પદાર્થ જેવી આશંકને લઈ સેમ્પલ નમૂના લેવાયા છે. આ સાથે અમરેલી અને જૂનાગઢની એફએસએલની ટીમ પણ મદદ માટે બોલાવી હતી.


