નવીદિલ્હી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભારતીય ટીમ દ્વારા એશિયા કપમાં પાકિસ્તાનને પછાડીને વિજયી પ્રારંભ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ શુભેચ્છા આપતા જણાવ્યું કે, ટીમે જબસજસ્ત કૌશલ્ય અને ધૈર્યનું પ્રદર્શન કર્યું. ભારતીય ટીમે દુબઈમાં રમાયેલી મુકાબલામાં પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું. વડાપ્રધાને ભારતની જીતની ગણતરીની મિનિટોમાં જ ટ્વીટ કરીને જણાવ્યું કે, ટીમ ઈન્ડિયાએ આજે એશિયા કપ ૨૦૨૨માં શાનદાર દેખાવ કર્યો. ટીમે ગજબના કૌશલ્ય અને ધૈર્યનું પ્રદર્શન કર્યું. તેમને જીત બદલ અભિનંદન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એશિયા કપમાં ભારતના વિજય બદલ ટ્વીટ કરતા જણાવ્યું કે, એશિયા કપમાં ભારતની શાનદાર શરૂઆત. અત્યંત રોમાંચક મુકાબલો. જીત બદલ ટીમને શુભેચ્છા. બીજીતરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને જણાવ્યું કે, કેટલી રોમાંચક મેચ હતી. ભારતીય ટીમે શાનદાર દેખાવ કર્યો. રમતની આ જ ખાસિયત છે કે તે કેવી રીતે દેશને એકતા માટે પ્રેરિત કરે છે.


