નવીદિલ્હી
ભારત બાયોટેકને ઇન્સ્ટાનેસલ કોવિડ-૧ વેક્સીન માટે ડીસીજીઆઈ (ડ્ઢઝ્રય્ૈં) પાસેથી ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ આ જાણકારી આપી છે. આ કોરોના માટે નાકથી અપાનારી ભારતની પ્રથમ વેક્સીન હશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને લખ્યું કે, ‘કોવિડ-૧૯ વિરુદ્ધ ભારતની લડાઈને મોટો બૂસ્ટ મળ્યો છે. ભારત બાયોટેકની ઝ્રરછઙ્ઘ૩૬-જીછઇજી-ર્ઝ્રફ-જી ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ (ચિમ્પાન્ઝી એડેનોવાયરસ વેક્ટરેડ) રીકોમ્બિનેન્ટ નેઝલ વેક્સીનને ઇમરજન્સી સ્થિતિમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકો માટે ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે.’ તેમણે આગળ કહ્યું કે આ પગલું મહામારી વિરુદ્ધ આપણી સામૂહિક લડાઈને વધુ મજબૂત કરશે. ભારતે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કોવિડ-૧૯ વિરુદ્ધ લડાઈમાં પોતાના વિજ્ઞાન, રિસર્ચ તથા વિકાસ અને માનવ સંસાધનોનો ઉપયોગ કર્યો છે. વિજ્ઞાન સંચાલિત દ્રષ્ટિકોણ અને બધાના પ્રયાસ સાથે અમે કોવિડ-૧૯ને હરાવી દેશું.

