Delhi

મહિલા અધિકારી દારૂના નશામાં ધમાલ મચાવતો વિડીયો વાયરલ

નવીદિલ્હી
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કહેવાય છે કે વાયરલ થઈ રહેલો આ વીડિયો બહરાઈચ જિલ્લાના પોલીસમથક જરવલ રોડ વિસ્તારનો છે. જેમાં એક મહિલા નશામાં ધૂત થઈને મહિલા પોલીસકર્મી તથા અન્ય પોલીસકર્મીઓ સાથે ચર્ચામાં ઉતરી પડી છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે મહિલા અધિકારીને પોલીસકર્મી કારની પાછળની સીટ પર બેસાડવાની કોશિશ કરી રહ્યા છે. પણ નશામાં ચૂર મહિલા પોતાને મંડળ સ્તરની અધિકારી ગણાવીને કમિશનર સાથે વાત કરવાનો રૂઆબ બતાવી રહી છે. જરવલ રોડના પોલીસ સ્ટેશન ઈનચાર્જ રાજેશકુમાર સિંહે કહ્યું કે ગત ૨૭ એપ્રિલના રોજ મહિલા અધિકારી પોતે ગાડી ચલાવીને લખનઉથી પોતાની ઓફિસ ગોન્ડા જઈ રહ્યા હતા. અધિકારીના જણાવ્યાં મુજબ તે રસ્તો ભૂલી ગયા અને કાર બહરાઈચ તરફ વળીને ડિવાઈડર સાથે ટકરાઈ. પોલીસને જ્યારે આ જાણ થઈ તો ઘટનાસ્થળે પહોંચી જાેયું કે નશામાં ધૂત મહિલા પોતે જ ગાડી ચલાવવાની વાત કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીઓએ તેમને આમ કરવાની ના પાડી અને તેઓ પોતાની જાતને મંડળ સ્તરના વરિષ્ઠ અધિકારી ગણાવીને રૂઆબ છાંટવા લાગ્યા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહિલા અધિકારીની મેડિકલ તપાસમાં તેમણે દારૂ પીધો હોવાની પુષ્ટિ થઈ છે. દેવીપાટણ મંડળના એક અધિકારીનો કથિત રીતે નશામાં ધૂત થઈને ધમાલ મચાવવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ બહરાઈચના મહિલા પોલીસકર્મી આગળ પોતાનો રૂઆબ દેખાડતા જાેવા મળી રહ્યા છે. જે કહે છે કે મંડળ સ્તરીય અધિકારી છું, જિલ્લા સ્તરની નહીં, કમિશનર સાથે વાત કરીશ. જે મહિલાનો આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે તે કથિત રીતે દેવીપાટણ મંડળના આસિસ્ટન્ટ લેબર કમિશનર રચના કેસરવાની છે.

India-Uttar-Pradesh-Woman-Officer-Bahraich-Viral-Video.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *