Delhi

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સાથે સંકળાયેલ બેંકોમાં લોન આપવાના નિયમોમાં ફેરફાર

ન્યુદિલ્હી
ભારતીય રિઝર્વ બેંક એ કહ્યું કે નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ એ રિયલ એસ્ટેટ સેક્ટરને તેમના પ્રોજેક્ટ્‌સ માટે તમામ જરૂરી મંજૂરીઓ મેળવ્યા પછી જ લોન આપવી જાેઈએ. આરબીઆઈએ સ્પષ્ટ કર્યું કે એનબીએફસીએ લોન મંજૂર કરતા પહેલા સરકાર અને અન્ય નિયમનકારી સત્તાવાળાઓ પાસેથી તેમના પ્રોજેક્ટની મંજૂરીની ખાતરી કરવાની જરૂર પડશે. આ સિવાય આરબીઆઈએ એમ પણ કહ્યું કે દ્ગમ્હ્લઝ્રએ તેમના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અથવા તેમના સંબંધીઓ અને સંબંધિત સંસ્થાઓ સહિત તેમના ડિરેક્ટર્સને ૫ કરોડ રૂપિયા અને તેનાથી વધુની લોન આપવી જાેઈએ નહીં. આ નિયમો ઓક્ટોબરથી લાગુ થશે. ધિરાણ માટે દ્ગમ્હ્લઝ્રજ પરના સુધારેલા નિયમનકારી નિયંત્રણો પર જારી કરાયેલા નોટિફિકેશનમાં, કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે ૫ કરોડ રૂપિયાથી ઓછીની લોન માટે, આ ઋણ લેનારાઓને યોગ્ય સત્તા દ્વારા મંજૂરી આપી શકાય છે પરંતુ આ મામલો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સમક્ષ ઉઠાવવામાં આવશે. ઇમ્ૈંએ જણાવ્યું કે, “દ્ગમ્હ્લઝ્રજ, રિયલ એસ્ટેટ સેક્ટરમાંથી લોનની અરજીઓને ધ્યાનમાં લેતા, તે સુનિશ્ચિત કરશે કે સંબંધિત ઋણ લેનારાઓ તેમના પ્રોજેક્ટ્‌સ માટે સરકાર/સ્થાનિક સત્તા/અન્ય વૈધાનિક સત્તાવાળાઓ પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવે.” સર્વોચ્ચ બેંકે જણાવ્યું હતું કે સામાન્ય સંજાેગોમાં લોન મંજૂર કરી શકાય છે પરંતુ લોન લેનાર તેના પ્રોજેક્ટ અંગે સરકાર/અન્ય વૈધાનિક સંસ્થાઓ પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવે પછી જ તેનું વિતરણ થશે. આ માર્ગદર્શિકા ઓક્ટોબર ૧, ૨૦૨૨ થી અમલમાં આવશે અને મધ્યમ સ્તર (સ્ન્) અને ઉચ્ચ સ્તર (ેંન્) દ્ગમ્હ્લઝ્રજ પર લાગુ થશે. મૂળભૂત સ્તર (મ્ન્) દ્ગમ્હ્લઝ્ર એ એવી છે જે થાપણો સ્વીકારતી નથી અને તેમની પાસે રૂ. ૧,૦૦૦ કરોડથી ઓછી સંપત્તિ છે. બીજી બાજુ, મધ્ય-સ્તરની નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ પણ થાપણો સ્વીકારતી નથી, પરંતુ તેમની સંપત્તિનું કદ રૂ. ૧,૦૦૦ કરોડ કે તેથી વધુ છે. તે જ સમયે, ઉચ્ચ સ્તરની દ્ગમ્હ્લઝ્ર એ એવી છે કે જેને રિઝર્વ બેંક દ્વારા નિયમનકારી જરૂરિયાતો વધારવા માટે ઓળખવામાં આવી છે.

RBI.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *