Delhi

વડાપ્રધાન મોદીના પર્સનલ સેક્રેટરી તરીકે આઈએફએસ અધિકારી વિવેકકુમાર હશે

નવીદિલ્હી
ભારતીય વિદેશ સેવાના અધિકારી વિવેક કુમારને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પર્સનલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. ૨૦૦૪ બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી વિવેક કુમાર વર્તમાનમાં પ્રધાનમંત્રી કાર્યાલયના ડાયરેક્ટર છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની નિમણૂક સમિતિએ શુક્રવારે વિવેક કુમારને પીએમ મોદીના અંગત સચિવ તરીકે નિમણૂકને મંજૂરી આપી દીધી છે. વિવેક કુમાર પીએમ મોદીના પીએસના રૂપમાં સંજીવ કુમાર સિંગલાની જગ્યા લેશે. સંજીવ કુમાર સિંગલા ઇઝરાયલમાં ભારતના રાજદૂતના રૂપમાં પદભાર ગ્રહણ કરવા માટે તૈયાર છે. ૧૯૯૭ બેચના આઈએફએસ અધિકારી સિંગલાને ૨૦૧૪માં પ્રધાનમંત્રીના પર્સનલ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા. તેલ અવીવમાં ભારતીય દૂતાવાસમાં પોસ્ટિંગ બાદ સિંગલાને ૨૦૧૪માં પ્રધાનમંત્રીના પીએસના રૂપમાં નિમણૂક કરવામાં આવી હતી. તેલ અવીવમાં ભારતીય દૂતાવાસમાં પોસ્ટિંગ બાદ સિંગલાને ભારત બોલાવી લેવામાં આવ્યા હતા અને તેઓ પીએમઓમાં સેવા કરવા માટે ભારત પરત આવી ગયા હતા. તેઓ હવે ઇઝરાયલના રાજદૂતના રૂપમાં પરત જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *