ન્યુદિલ્હી
ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતનું માળખુ સમાપ્ત કર્યું છે. તાલુકા, નગરપાલિકા, જિલ્લાના તમામ માળખાઓ નવા બનાવાશે. આપના પ્રદેશ પ્રમુખ યથાવત રહેશે. અસક્ષમતાના કારણે માળખુ સમાપ્ત નથી કરાયું તેની પણ કરી સ્પષ્ટતા. પાર્ટીની ક્ષમતાને વધારવા માટે આ ર્નિણય લેવાશે.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ મોટો ર્નિણય લીધો છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત પ્રદેશ પ્રમુખ સિવાય આખું સંગઠનનું માળખું વિખેરી નાંખવાનો ર્નિણય લીધો છે.


