નવીદિલ્હી
૫મી મ્ૈંસ્જી્ઈઝ્ર સમિટ એવા સમયે યોજાવા જઈ રહી છે જ્યારે શ્રીલંકા ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો ત્યાંથી હિજરત કરવા મજબૂર થઈ રહ્યા છે. હાલમાં શ્રીલંકા મ્ૈંસ્જી્ઈઝ્રના અધ્યક્ષ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે ૩૦ માર્ચ (બુધવાર)ના રોજ યોજાનારી મ્ૈંસ્જી્ઈઝ્ર સમિટમાં ભાગ લેશે. આ સમિટ વર્ચ્યુઅલ મોડમાં થઈ રહી છે. લાંબા સમયથી રાહ જાેવાતી મ્ૈંસ્જી્ઈઝ્ર (ધી બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી-સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન) સમિટ, આ મહિનાના અંતમાં શ્રીલંકામાં યોજાઇ રહી છે, મ્ૈંસ્જી્ઈઝ્રએ બંગાળની ખાડીના કાંઠે પ્રાદેશિક દેશોની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, ભૂતાન અને નેપાળ તેના સભ્ય દેશો છે. શ્રીલંકા હાલમાં સંસ્થાના પ્રમુખ છે. તેની સ્થાપના ૬ જૂન ૧૯૯૭ના રોજ બેંગકોકમાં કરવામાં આવી હતી. ૩૦ માર્ચે યોજાનારી ૫મી મ્ૈંસ્જી્ઈઝ્ર સમિટનું આયોજન શ્રીલંકા દ્વારા કરવામાં આવ્યું છે અને તે વર્ચ્યુઅલ મોડમાં થશે. જાે કે, જૂથના સાતેય સભ્યો વચ્ચે બેઠક અંગેના તમામ વિકલ્પોની ચર્ચા કરવામાં આવી હતી. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે, જાે આ કોન્ફરન્સનું આયોજન ભૌતિક રીતે કરવામાં આવે તો આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકા માટે તે મદદરૂપ સાબિત થશે. છેલ્લી સમિટ ૨૦૧૮ માં નેપાળમાં યોજાઈ હતી, જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય સભ્ય દેશોના નેતાઓ હાજર હતા. મ્ૈંસ્જી્ઈઝ્રમાં ભૂટાન, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર, થાઈલેન્ડ, ભારત અને શ્રીલંકાનો સમાવેશ થાય છે.કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીને કારણે શ્રીલંકા ૨૦૨૧માં સમિટનું આયોજન કરવામાં સક્ષમ ન હતું. જાેકે, મ્ૈંસ્જી્ઈઝ્રના વિદેશ મંત્રીઓએ વર્ચ્યુઅલ બેઠક કરી હતી. અને આ પ્રદેશમાં સામાન્ય સુરક્ષા જાેખમોનો સામનો કરવા માટે, દેશોના દ્ગજીછ એ એક રોડમેપ તૈયાર કર્યો.
