નવીદિલ્હી
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ૨૬ એપ્રિલથી ઝ્રમ્જીઈ ના ધોરણ ૧૦મા અને ૧૨મા ધોરણ માટે ઑફલાઇન મોડમાં ટર્મ ૨ પરીક્ષા લેવા જઈ રહ્યું છે. પરીક્ષાઓ પહેલા, બોર્ડ ટૂંક સમયમાં તેની સત્તાવાર વેબસાઇટ પર વિદ્યાર્થીઓ માટે એડમિટ કાર્ડ જાહેર કરવા જઈ રહ્યું છે. બાળકોએ નોંધ લેવી જાેઈએ કે પરીક્ષા દરમિયાન તેઓએ ફાળવેલ ટર્મ ૧ રોલ નંબર પણ ટર્મ ૨ માટે સમાન હશે. ઝ્રમ્જીઈ ટૂંક સમયમાં નવી હોલ ટિકિટો બહાર પાડશે ટર્મ ૨ ની પરીક્ષા માટે. આમ બોર્ડ દ્વારા એડમિટ કાર્ડની ચોક્કસ તારીખ હજુ જાહેર કરવાની બાકી છે. નવીનતમ અને ઝડપી અપડેટ્સ માટે વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઇટ, ષ્ઠહ્વજી.ર્ખ્તદૃ.ૈહ પર તેમની નજર રાખવી આવશ્યક છે. એકવાર એડમિટ કાર્ડ જાહેર થઈ જાય પછી વિદ્યાર્થીઓએ આ વેબસાઈટ પરથી તેમના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાના રહેશે. માત્ર એક વેબસાઈટ પરથી જ નહીં વિદ્યાર્થીઓને તેમની સંબંધિત શાળાઓમાંથી તેમના એડમિટ કાર્ડ મળશે. એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું? ૧.ઓફિશિયલ વેબસાઇટ ષ્ઠહ્વજી.ર્ખ્તદૃ.ૈહ પર જાઓ ૨.હોમપેજ પર આપેલી લિંક પર ક્લિક કરો અને ધોરણ ૧૦/વર્ગ ૧૨મી ટર્મ ૨ એડમિટ કાર્ડ પસંદ કરો ૩.તમે એક નવું વેબપેજ જાેશો ૪.તમારા યુઝર આઈડી અને પાસવર્ડથી લોગીન કરો ૫.બાદમાં સ્ક્રીન પર એડમિટ કાર્ડ દેખાશે તેને ડાઉનલોડ કરો.
