Delhi

હરમનપ્રીત કૌરની વનડે ક્રિકેટમાં ચોથી સદી ફટકારી

નવીદિલ્હી
વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં જાેવા મળ્યો, જ્યાં સ્મૃતિ મંધાના ભારતની ઢાલ બનીને ઉભી હતી. તેથી તે ઢાલને ટેકો અને મજબૂત કરવાનું કામ હરમનપ્રીત કૌરનું હતું. હરમને બેટથી હુમલો કરતા શાનદાર સદી ફટકારી હતી. આ સદી દરમિયાન તેણે સ્મૃતિ મંધાના સાથે શાનદાર સદીની ભાગીદારી પણ કરી હતી. ૧૦૦ના સ્ટ્રાઈક રેટથી રમતા હરમનપ્રીત કૌરે વેસ્ટ ઈન્ડિઝ સામે ૧૦૦ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ સદીમાં તેણે ૮ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકાર્યા હતા. હરમનપ્રીતની વનડે ક્રિકેટમાં આ ચોથી સદી છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ સદી ફટકારી હતી. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝ સામે તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૮૩ રન હતો. સામાન્ય વન-ડે ટુર્નામેન્ટની તુલનામાં, હરમનપ્રીત કૌરની રમત વર્લ્‌ડ કપમાં વધુ નિખરીને બહાર આવે છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની તેની સદી કે આ પહેલા ન્યુઝીલેન્ડ સામેની તેની અડધી સદી તેનો પુરાવો છે. હવે છેલ્લા ૮ વર્ષના આ આંકડા જ જુઓ. વર્ષ ૨૦૧૪ થી અત્યાર સુધી હરમનપ્રીત કૌરે ૧૧ વર્લ્‌ડ કપ ઇનિંગ્સમાં ૫ વખત ૫૦ પ્લસનો આંકડો પાર કર્યો છે. જેમાં ૨ સદી સામેલ છે. તે જ સમયે, વર્લ્‌ડ કપની બહાર રમાયેલી ૫૪ ઇનિંગ્સમાં તે માત્ર ૪ ફિફ્ટી પ્લસ સ્કોર જ બનાવી શકી છે. હવે બીજાે આંકડો પણ જુઓ, જેનાથી સમજાશે કે વર્લ્‌ડ કપમાં હરમનપ્રીત કૌરે કેવો હંગામો મચાવ્યો છે. વર્લ્‌ડ કપની પીચ પર તેણે ૧૮ ઇનિંગ્સમાં ૫૩ની એવરેજથી ૭૪૩ રન બનાવ્યા હતા. આ દરમિયાન હરમને બેટ વડે ૩ સદી અને ૩ અડધી સદી ફટકારી હતી.

Smriti-Mandhana-Harmanpreet-Kaur-Century-Record-India-vs-West-Indies-Women-Team-WWC-2022-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *