અંકલેશ્વર
અંકલેશ્વરથી ચોરી થયેલી કાર ખેડા જિલ્લાના કઠલાલથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. કાર અંગે સ્થનિકોએ કઠલાલ પોલીસે જાણ કરી હતી. ત્યારબાદ શહેર પોલીસે ટ્રાન્સફોર્મર વોરન્ટ પર કારને અંકલેશ્વર લઇ આવ્યા છે. જાેકે સીસીટીવીમાં દેખાતો કાર ચોર હજુ ફરાર છે. અંકલેશ્વરમાં ૧૦મી સપ્ટેમ્બરના રોજ હાંસોટ રોડ પર આવેલા ભવ્ય એપાર્ટમેન્ટમાં માનસી મહેતા અને તેમનો પુત્ર ઘરમાં એકલા છે. તે સમયે એક અજાણ્યો વ્યક્તિએ ટાટા સ્કાયમાંથી આવે છે અને સેટઅપ બોક્સ રીપેર કરવાનું છે તેમ કહી અંદર પ્રવેશ્યો હતો. માનસી મહેતાએ તેને રીમોટ આપી પોતાના કામમાં લાગી ગયા હતાં. આ સમય દરમિયાન કાર ચોરે ઘરમાં મૂકેલી કારની ચાવી લઈને ચાલ્યો ગયો હતો. ત્યારબાદ તેને તક મળતાં ઘરના આંગણામાં પાર્ક કરેલી કારની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. માનસીબેને મકાનના આંગણામાં કાર નહીં જાેવા મળતા તપાસ કરી હતી. જેમાં પાડોશીઓએ જણાવ્યું હતું કે, બપોરે એક વ્યક્તિ તેની કાર લઇ ગયો હતો. જે ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી. આ અંકલેશ્વરથી ચોરાયેલી કાર અંતે ૯ દિવસ બાદ ખેડા જિલ્લાના કઠલાલ ખાતે બિનવારસી હાલતમાં પડેલી મળી આવી હતી. જે અંગેની કઠલાલ પોલીસ મથકે જાણ કરતાં કઠલાલ પોલીસેએ શહેર પોલીસ દ્વારા વાયરલેસ કરેલા પોલીસ મેસેજ આધારે સંપર્ક કર્યો હતો. જે અંગે શહેર પોલીસએ જરૂરી વિગતો આપતા કાર એ જ હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે અંકલેશ્વર શહેર પોલીસની એક ટીમ કઠલાલ ખાતે પહોંચી કારને અંકલેશ્વર લઇ આવી હતી. જાેકે સીસીટીવીમાં દેખાયેલો ચોર હજી પણ ફરાર છે. જેને ઝડપી પાડવાની કવાયત આરંભી હતી.


