છોટાઉદેપુર એ આદિવાસી બાહુલ્ય ધરાવતો અંતરિયાળ અને સરહદી વિસ્તાર છે, એક તરફ સરકાર દ્વારા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે તો બીજી તરફ પોતાની શિક્ષણની ભૂખ સંતોષવા અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ એસટી બસ ની સુવિધાના અભાવે છકડા અને જીપમાં લટકીને જીવના જોખમે શાળામાં આવવા મજબુર બન્યા છે, વનાર જામલા, અત્રોલી, દડીગામ,કોલી ,ઘોઘાદેવ સહિતના ગામો માંથી 200 જેટલા વિદ્યાર્થીઓ છોટાઉદેપુર નગરની શાળાઓમાં અભ્યાસ અર્થે આવે છે,પરંતુ આ રૂટ ઉપરના આદિવાસી વિદ્યાર્થીઓ માટે એસ ટી વિભાગ તરફથી આ રૂટ ઉપર એક પણ એસટી બસ મોકલવામાં આવતી નથી જેને લઈ વિદ્યાર્થીઓને મજબૂરીવશ જીવના જોખમે ખાનગી જીપ અને છકડામાં ભાડું ખર્ચીને આવવું પડે છે જેને લઈ તેઓ શાળામાં સમયસર પહોંચી ન શકવાને લઈ તેમનો અભ્યાસ પણ બગડે છે, સરકાર તરફથી વિદ્યાર્થીનીઓને મફત બસ પાસ આપવામાં આવે છે પરંતુ બસ જ ન આવતી હોય તો આ યોજના તેમના માટે નકામી સાબિત થઈ રહી છે,ભૂતકાળમાં આ રૂટ ઉપર બસ ની સુવિધા હતી પરંતુ કોરોના કાળમાં ઓન લાઈન શિક્ષણ અને રોડ ખરાબ હોવાને લઇ રૂટ બંધ કરી દેવાયો હતો, આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થઈ હતી અને એસટી ડેપો મેનેજરને આવેદન પત્ર પાઠવ્યું છે,વિદ્યાર્થીનીઓની માંગ છે કે હવે શાળાઓ સંપૂર્ણ ઓફ લાઈન શરૂ થઈ છે અને રોડ પણ નવો બન્યો છે તો આ રૂટ ઉપર શાળાના સમયે પુનઃ એસટી બસ શરૂ કરવામાં આવે,જો બસની સુવિધા નહીં મળે તો આગામી દિવસોમાં વિદ્યાર્થીનીઓ આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


