રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
અનારા પે સેન્ટર શાળા.તા-કઠલાલમાં. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2022 ની ઉજવણી કરવામાં આવી. નાયબ સચિવ ભાવિનભાઇ ડી પટેલ મહેસુલ વિભાગ, માનનીય રણજીતસિંહ મોરી મામલતદાર કઠલાલ, જી આર વાઘેલા નાયબ મામલતદાર કઠલાલ, શિલ્પાબેન શાહ સરપંચ અનારા, મિત્તેશ પટેલ લાયઝન અધિકારી, આચાર્ય સરદાર હાઇસ્કૂલ, ગ્રામ પંચાયત સભ્ય સોહીલ મલેક, એસ એમ સી અનારા તથા ગ્રામજનો હાજર રહયા હતાં. નિલમભાઇ શાહ તરફથી ધોરણ -1 મા પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી. દૂ ઉ સ. મંડળી અનારા તરફથી બાળકોને દફતર અને પંખીઓ માટે ચબૂતરી ભેટ આપી. સરદાર હાઇસ્કૂલ અનારાના પ્રમુખ હિતેશભાઇ પી પટેલ તરફથી શાળાના વિદ્યાર્થીઓને તિથીભોજન આપવામાં આવ્યુ હતું.


