સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા જૂનાગઢ જિલ્લાના અનુસૂચિતના ભાઇઓ-બહેનો માટે ૭ દિવસીય યોગાસન કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. યોગમાં રસ ધરાવતા ઉમેદવારોએ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સરદાર પટેલ કોમ્પલેક્ષ, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતેથી પ્રવેશ ફોર્મ મેળવી સંપૂર્ણ વિગત ભરી તા.૧૫ જુલાઇ સાંજ સુધીમાં મોકલી આપવાનું રહેશે. વધુ માહિતી માટે નયનભાઇ સોલંકી (મો.૬૩૫૧૮૨૬૪૩૨) પર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
