Gujarat

અમદાવાદ ખાતે પરંપરાગત મસાલા પુસ્તકનું વિમોચન થયું

અમદાવાદ
તારીખ ૫/૦૩/૨૦૨૨ના રોજ મિનલ જસ્મીનભાઈ તલસાણીયાનું પ્રથમ પુસ્તક “પરંપરાગત મસાલા(હોમ મેઈડ)”નું વિમોચન એલીસબ્રીજ જીમખાનામાં થયેલ છે. મિનલબેનની યુએસએમાં રહેતી દિકરી કાયમ આપણા પરંપરાગત હોમમેઈડ મસાલાની રેસીપી પૂછતી, તેમાથી મિનલબેને પ્રેરણા લઈ દરેક ગૃહિણી અને દિકરીઓ સુધી વિવિધ મસાલાઓ, ઘરની સામગ્રીથી શુદ્ધ અને સાત્વિક રીતે બનાવી શકે એ હેતુથી આ પુસ્તક લખેલું છે. “પરંપરાગત મસાલા” પુસ્તક બુકશેલ્ફ (સી.જી.રોડ) અને ુુુ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિંૈર્હ્ર્વાજરીૈક.ર્ષ્ઠદ્બ પર ઉપલબ્ધ છે. પુસ્તક વિમોચન દરમિયાન જેનિસ પરમારે જણાવ્યું કે, કોઈ રસોઈ બનાવવી અને જ્યારે ફરીથી તે જ રસોઈ બનાવીએ અને એવી જ બને તે બહુ જ મુશ્કેલ હોય છે. આ જ પ્રકારની રેસીપીને પુસ્તકમાં લખીએ ત્યારે તેને પરફેક્ટ પ્રેક્ટિસ અને ટેસ્ટ કરીને તેમા લખવાની હોય છે. સાથે જ લવિંગ, ઈલાયચી, જાયફળ સહિતના મસાલા આપણી ધરોહર છે. તો આ કામ માટે હું મિલનબેનને અભિનંદન પાઠવું છું.

Release-of-the-first-book-Traditional-Spices.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *