સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
છે શક્તિની ભક્તિ પણ અનોખી કરીએ જો ભાવથી પૂજા, હોમ હવન, તો થાય મનોકામના સઘળી પૂર્ણ, હેં માઁ કરીએ તુજને શીશ ઝુકાવી ભાવભર્યાં વંદન..
આમ તો દરેક જ્ઞાતિ સમાજનાં લોકો પોતાના કુળદેવીનું પૂજન અર્ચન ખૂબ જ ભાવભક્તિથી કરે છે. આજરોજ વિજયાદશમી પર્વ પર સમગ્ર પાંધી પરિવારના કુળદેવીનું અમરેલી જિલ્લાના સોનારીયા મુકામે હોમ હવન સાથે ખૂબ જ ભક્તિભાવથી કૂળદેવી માતાજીનું પૂજન અર્ચન કરવામાં આવેલ આ પાવન પ્રસંગે ઠેર ઠેરથી પાંધી પરિવારનાં લોકો અહીં પધારી શ્રધ્ધાપૂર્વક માનાં દર્શન કરીને ધન્યતા અનુભવતાં જોવા મળેલ.


