Gujarat

અમરેલી પોલીસ અધિક્ષકશ્રીના અધ્યક્ષ સ્થાને પોલીસ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સૂચના તથા શ્રી બી.વી.જાધવ, નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક, અમરેલીના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા પોલીસ હેડ કવાટર્સ ખાતે રીઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા અમરેલી જિલ્લાના પોલીસ પરિવારના બાળકો માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ.
આ સેમિનારમાં ખાસ આમંત્રિત અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ તથા શ્રી
બી.વી.જાધવ, નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક અમરેલી, શ્રી કેવલ મહેતા, મોટિવેશન સ્પીકર, ડો.કલામ
ઇનોવેટિવ સ્કુલ અમરેલી તથા શ્રી એસ.એચ.ખમલ, રીઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર તથા અમરેલી જિલ્લા પોલીસ
પરિવાર ના કુલ-૨૦૦ વિદ્યાર્થી બાળકો હાજર રહેલ હતો.
અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી
માર્ગદર્શન, યુ.પી.એસ.સી/જી.પી.એસ.સી. ની ભરતી પરીક્ષા માર્ગદર્શન, પોલીસ ભરતીની પારદર્શિતા, જીવનલક્ષી
તથા પરીક્ષાલક્ષી મંત્ર આપી ઉજ્જવળ કારકિર્દી અંગે ઊંડાણ પૂર્વક સમજણ આપેલ.
બાદ શ્રી કેવલ મહેતા, મોટિવેશન સ્પીકર, ડો.કલામ ઇનોવેટિવ સ્કુલ, અમરેલી નાઓએ વિદ્યાર્થીઓને સમયની માંગ પ્રમાણે 21 મી સદી ના કારકિર્દીના વિષયોથી પરિચિત કરાવવાની સાથે નવીનતમ કારકિર્દીના વિકલ્પો વિશેની સરળ ભાષામાં સમજૂતી આપી હતી અને આજના સમયમાં વિદ્યાર્થીઓએ clever ની સાથે clear બનવાની જરૂર છે તે વાત ઉદાહરણ સાથે સમજાવી હતી.
આ ઉપરાંત શ્રી ચિંતનભાઈ ઉમરાળીયા, પ્રોફેસર આઇ.ટી.આઈ. દ્વારા ટેકનોલોજીનો જીવનમાં ઉપયોગ, ધોરણ 10 અને 12 પછી અભ્યાસ માર્ગદર્શન, પ્રેરણાત્મક પ્રસંગોની સમજણ આપવામાં આવી.
આ સેમિનારના અંતમાં કારકિર્દી અંગે વિદ્યાર્થીઓ ને મૂંઝવતા પ્રશ્નો બાબતે પોલીસ અધીક્ષકશ્રી દ્વારા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી સવાલોના જવાબ આપવામાં આવ્યા હતા.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *