Gujarat

અમરેલી શહેરના નારાયણ કોમ્પ્લેક્સમાંથી વિદેશી દારૂનું વેચાણ કરતા ઇસમને 7 બોટલો સાથે પકડી પાડતા અમરેલી એલ.સી.બી

*
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ જુગારની બદી દૂર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા ખાસ પ્રોહી-જુગાર ડ્રાઇવનું આયોજન કરેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ આ પ્રોહી-જુગાર ડ્રાઇવ દરમિયાન અમરેલી જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે ગઇકાલ તા.૦૭/૦૬/૨૦૨૨ ના રોજ અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પો.ઇન્સ શ્રી.આર.કે.કરમટા નાઓની રાહબરી નીચે, અમરેલી એલ.સી.બી ટીમે અમરેલી શહેરમાં ભીડભંજન મહાદેવના મંદિર સામે આવેલ નારાયણ કોમ્પ્લેક્સમાં બીજા માળે જાહેર શૌચાલય પાસે ઉભા રહી, ભારતીય બનાવટના વિદેશી દારૂનું વેચાણ કરતા એક ઇસમને પકડી પાડેલ છે.
*પકડાયેલ આરોપીઃ*
ધવલ કાંતિભાઇ ચૌહાણ, ઉં.વ.૨૭, રહે.અમરેલી, બટારવાડી, લક્ષ્મી ડાયમંડ સામે, મંગલ સોસાયટી, તા.જિ.અમરેલી.
*પકડાયેલ મુદ્દામાલઃ*
ભારતીય બનાવટના વિદેશી દારૂ ( IMFL ) રોયલ ચેલેન્જ પ્રિમીયમ વ્હિસ્કીના બે-બે લીટર ભરેલ પ્લાસ્ટિકના જગ (આખા) નંગ-૬ તથા એક અડધો ભરેલો જગ મળી કુલ જગ નંગ-૭, મળી કુલ કિં.રૂ. ૭,૯૪૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

IMG-20220609-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *