Gujarat

અરવલ્લી એક્સપ્રેસ ટ્રેનમાંથી ૪ મહિલા દારૂના જથ્થા સાથે ઝડપાઈ

વલસાડ
ગુજરાતમાં દારૂબંધી તેમ છતાં ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ જાેવા મળે છે. પરંતુ સરકારી ચોપડે ગુજરાતમાં દારૂબંધી છે. રોજ ગુજરાતમાં ક્યાંકને ક્યાંક દારૂનો જથ્થો ઝડપાય છે તેવી જ રીતે રેલવે એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે અરવલ્લી એક્સપ્રેસ ટ્રેનના પાછળના જનરલ કોચ અને ડી૧ કોચના શૌચાલય પાસેથી એક દોઢ વર્ષના બાળક સાથે ૪ મહિલાઓને ૬૨૪ બોટલ દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી. રેલવે એલસીબીની ટીમે નવસારી રેલવે સ્ટેશન ઉપર વોચ ગોઠવી મહિલાઓને દારૂની હેરાફેરી કરતી ઝડપી પાડી હતી. વલસાડ જીઆરપી પોલીસ મથકે એફઆઈઆર નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તાજેતરમાં સયાજી નગરી એક્સપ્રેસ ટ્રેનના દારૂની બોટલ સાથે અંકલેશ્વરના બે ઈસમોએ કરેલા તોફાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ રેલવે એલસીબીની ટીમ અને જીઆરપીની ટીમ ટ્રેનમાં ચાલતી દારૂની પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવા સક્રિય બની છે. જે દરમિયાન રેલવે એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે વાપીથી અરાવલી એક્સપ્રેસ ટ્રેનના પાછળના જનરલ કોચમાં દારૂનો જથ્થો ચડાવી સુરત રેલવે યાર્ડમાં દારૂનો જથ્થો ઉતારવાના હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે રેલવે એલસીબીની ટીમે નવસારી રેલવે સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન અરવલ્લી એક્સપ્રેસ ટ્રેન આવતા ટ્રેનના પાછળ કોઈમાં એલસીબની ટીમે ચેક કરતા જનરલ કોચની બાજુમાં આવેલા ડી૧ કોચના શોચલાય પાસે ઉભેલી ૪ મહિલાઓને ૬૨૪ બોટલ દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી રેલવે એલસીબીની ટીમે વલસાડ જીઆરપી પોલીસમથકના ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *