Gujarat

આઈ. સી. ડી. એસ, ખંભાળીયા દ્વારા, પ્રોજેક્ટ તુષ્ટિના સહયોગથી કિશોરીઓ માટે પોષણ અને આરોગ્ય લક્ષી શિબિર યોજાયેલ

ખંભાળિયા: આઈ. સી. ડી. એસ, ખંભાળીયા દ્વારા તા. 13/07/2022 ના રોજ યોગકેન્દ્ર મુકામે પૂર્ણા યોજના અંતર્ગત કિશોરીઓ માટે પૂર્ણા સખી – સહ સખી શિબિરનું આયોજન કરેલ જેમાં 56 કિશોરીઓએ ભાગ લીધેલ હતો. આઈ. સી. ડી. એસના મુખ્યસેવિકા ભાવનાબેન તેમજ નયારા એનર્જીના સંકલનથી ચાલતા પ્રોજેક્ટ તુષ્ટિના ફિલ્ડ ઓફિસર હર્ષાબેન દ્વારા કિશોરીઓના વજન, ઊંચાઈ કરી બીએમઆઇ વિષે, પોષણયુક્ત આહાર, આંગણવાડીમાંથી વિનામૂલ્યે મળતા ટીએચઆર થી થતાં ફાયદા, એનીમિયા થવાના કારણો અને તેના ઉપચારો, માસિક ચક્ર તથા સ્વચ્છતા, યોગનું મહત્વ, સ્વ બચાવ તેમજ જીવન કૌશલ્ય વર્ધન તાલીમ આપવામાં આવી. આ શિબિરમાં શ્રીમતી શ્રધ્ધાબેન ત્રિવેદી-પ્રોગ્રામ ઑફિસરશ્રી, આઇસીડીએસ તેમજ શ્રીમતી પ્રજ્ઞાબેન રાવલ, સીડીપીઓ ઉપસ્થિત રહી, કિશોરીઓને પોષણ અને આરોગ્ય લક્ષી માર્ગદર્શન પૂરું પાડેલ તેમજ ખંભાળિયાના આંગણવાડી કાર્યકરોને સુંદર આયોજન કરવા બદલ શુભેચ્છા પાઠવેલ.

r1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *