Gujarat

આજે સાવરકુંડલા શહેરમાં અર્બન હેલ્થ સેન્ટરના આરોગ્ય વિભાગનાં કર્મચારીઓની ૧૫ થી અઢાર વર્ષની ઉંમરના બાળકોને કોવિડ વેક્સિનેશન અંતર્ગત કોવેક્સિનના પ્રથમ ડોઝ નું શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં કામગીરી.. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આજે અર્બન હેલ્થ સેન્ટર સાવરકુંડલા દ્વારા પંદર વર્ષથી અઢાર વર્ષનાં બાળકોને સાવરકુંડલા શહેરનાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં કોવેક્સિનના પ્રથમ ડોઝ આપવાનો બીજો દિવસ આમ તો ગઈકાલે સાવરકુંડલાની અમુક શૈક્ષણિક સંસ્થાઓમાં અર્બન હેલ્થ સેન્ટર દ્વારા કોવિડ વેક્સિનેશન રસીકરણ કામગીરી અંતર્ગત ઘણી સંતોષકારક કામગીરી કરવામાં આવી હતી. આજે દ્વિતીય દિવસે સાવરકુંડલા શહેરની ગુરૂકૂળ સંચાલિત વિવિધ શાળાઓ, એસ. વી દોશી ગર્લ્સ હાઈસ્કૂલ, વી. ડી કાણકિયા કોલેજ, કે. કે હાઈસ્કૂલ, સીગ્મા સ્કૂલ, સનરાઈઝ સ્કૂલ તથા અર્બન હેલ્થ સેન્ટર ખાતે રસીકરણની કામગીરીમાં અલગ અલગ ટીમો દ્વારા કોવિડ વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સમગ્ર વેક્સિનેશન રસીકરણ ઝૂંબેશને સફળ બનાવવા ડો. મયૂર પારઘી સમેત અન્ય કર્મચારીઓ આ સંદર્ભે તનતોડ મહેનત કરતાં પણ જોવા મળેલ. આ સંદર્ભે સાવરકુંડલા શહેરના પત્રકાર બિપીનભાઈ પાંધીએ અહીં સ્વામિનારાયણ ગુરુકુળ, વી. ડી કાણકિયા કોલેજ અને કે. કે હાઈસ્કૂલ ખાતે રૂબરૂ મુલાકાત લીધી હતી. કે. કે. હાઈસ્કૂલના આચાર્ય જયંતિભાઈ ખડદિયા ગુરૂકૂળ ખાતે ધનશ્યામભાઈ કણકોટિયા અને અર્ચનાબેન કણકોટિયા, જેસર રોડ ગુરૂકૂળ ગિરીશભાઈ વ્યાસ તથા કોલેજ ખાતે રવિયા સાહેબ પણ આ વેક્સિનેશન કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે. આરોગ્ય ટીમના મયૂરભાઈ પારગી સમેત સમગ્ર આરોગ્ય કર્મચારીઓ આ ઝૂંબેશને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે.

IMG-20220104-WA0118.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *