Gujarat

આમોદ્રા ગ્રામ પંચાયતના નવનિયુક્ત પદાધિકારીઓ નું સન્માન અને આભાર દર્શન કાર્યક્રમ સંપન્ન

ગિરગઢડા
    ભરત ગંગદેવ.
ઉના નાં આમોદ્રા ગામે તાજેતરમાં યોજાયેલી ગ્રામપંચાયત ની ચૂંટણી માં વિજેતા ઉમેદવારો ,પરાજીત ઉમેદવારો નાં સન્માન તેમજ ગ્રામજનો પ્રત્યે આભાર પ્રદર્શિત કરતાં કાર્યક્રમ નું આયોજન ઊના નાં પૂર્વ ધારાસભ્ય અને ભા.જ.પ અગ્રણી કાળુભાઇ રાઠોડ નાં અધ્યક્ષ પદે કરવામાં આવેલ.
આકાર્યક્રમ માં નવા ચૂંટાયેલા મહિલા સરપંચ પ્રિયંકા બેન અજિત મોરી સહિત તેમની ભાજપ પ્રેરિત વિકાસ પેનલ નાં ચૂંટાયેલા સદસ્યો સહિત ગામનાં અગ્રણીઓ વિરભણ ભાઈ મોરી, જીવા ભાઈ મોરી, બાલુ ભાઈ સોલંકી, જેસિંગ ભાઈ સોલંકી ,અજીત ભાઈ મોરી ,જીતેન્દ્રભાઈ ઠાકર,મનસુખભાઈ ઝાલાવાડિયા,રમેશભાઈ ઉનેવાળ પરબત ભાઈ ઉનેવાળ, મનુભાઇ વાઢેર,ભગવાન ભાઈ કલોતરા,તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ગ્રામ જનોની હાજરીમાં નવનિયુક્ત સરપંચ પ્રિયંકા બેનમોરી,અજીત ભાઈમોરી,તેમજ ચુંટાયેલા સદસ્યો,અને નજીવા મતોથી હારેલા સદસ્યોનું પુષ્પ ગુચ્છ અને સાલ ઓઢાડી ઉપસ્થિત અગ્રણીઓ શ્રી કાળુભાઇ રાઠોડ,ધીરુભાઈ છગ,સુનિલભાઈ મુલ ચંદાની ,વિગેર  એ સન્માન કરેલ.કાર્યક્રમ નું સંચાલન કરતા બ્રિજેશ ભાઈ મોરી એ ગામના સર્વાંગી વિકાસ માટે સૌ નાં સાથ અને સહકારથી નવનિયુક્ત હોદેદારો કટિબદ્ધ છે.
સરપંચ પ્રિયંકા બેનમોરી એ જણાવેલ કે ગામમાં દરેક સમાજો ને અને અગ્રણીઓને સાથે રાખીને ગામની તમામ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા અને ગામ નાં વિકાસ માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે.
પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, ધીરુભાઈ છગ, જેસિંગ ભાઈ સોલંકી, જીતુભાઇ ઠાકર ,વિગેરે એ વિકાસ પેનલે મેળવેલ જીત ને ઐતિહાસિક જીત ગણાવી ,વિજેતા પેનલ નાં તમામ કાર્યકરો અને ગ્રામ જનોને અભિનંદન આપતા જણાવેલ કે ગામ નાં વિકાસ માં તમામ પ્રજાજનો  મતભેદો ભૂલી ખભે ખભા મિલાવી સહયોગ આપે અને ગામમાં સમરસતા, સમભાવ અને મૈત્રી ભાવ કેળવી “સૌ નો સાથ સૌનો વિકાસ”મંત્ર ને સાર્થક કરવા જણાવેલ.
આ પ્રસંગે ભાજપ અગ્રણી અને ઊના ના પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ દ્વારા આમોદ્રા ગામ માં સ્ટ્રીટ લાઈટ ની
સુવિધા માટે રૂ.૨ ૫૧૦૦૦ આપવાની જાહેરાત કરાતાં ગ્રામજનોએ તાળીઓના ગડગડાટ અને ભારતમાતાકીજય નાં નારાથી વધાવી લીધેલ.
ગામનાં દસ જેટલા વિવિધ સમાજ નાં યુવાનો ભાજપ માં જોડાતાં કાળુભાઇ રાઠોડ દ્વારા તેમનું ફૂલહાર થી સ્વાગત કરવામાં આવેલ.

IMG-20220103-WA0769.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *