Gujarat

આર્મી દિવસ ની ઉજવણી બી ફૌજી ટીમ દ્વારા કરવામાં આવી

અમરેલી :
 વીર શહીદ મેજર  ઋષિકેશ રામાણી  સાહેબ ના સ્મારક પર ખુબજ સુંદર કાર્યક્રમ  યોજવામાં આવ્યો હતો
કાર્યક્ર્મ ની શરૂવાત ભારતીય પરંપરા અનુસાર દીપ પ્રાગટય થી કરવામાં આવેલ ત્યાર બાદ  ધ્વજ વંદન  કરી બી ફૌજી  ટીમ દ્વારા દેશભક્તિ ડાન્સ ગર્લ્સ દ્વારા પિરામિડ પરેડ રાજસ્થાની નૃત્ય નાટક દેશભક્તિ ના સોંગ સાથે વાતાવરણ ને  ગુંજવી દેશભક્તિ મય બનાવી દીધું હતું અને હાજર સહુ કોઈ મંત્ર મુગ્ધ થઈ ગયા હતા
તારીખ 15/ 1 /2022 ના રોજ આર્મી દિવસ ની ઉજવણી બી ફૌજી ટીમ દ્વારા કરવામાં આવી હતી
આ કાર્યક્રમ આર્મી દિવસ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો અને મ્યુઝિયમ માં પણ બધા ને પ્રેરિત કરવા માં આવતા હતા
કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને મેજર ઋષિકેશ રામાણી સાહેબ વિશે ખુબજ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને તેમણે દેશ માટે આપેલું બલિદાન ક્યારેય વ્યર્થ નહિ જાય એવી ખાતરી સાથે યુવાઓને ખુબજ ઉપયોગી માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું
તેમજ આ કાર્યક્રમમાં અશ્વિન ભાઈ સોલંકી (ઇન્ચાર્જ રાઉન્ડ ફોરેસ્ટર) પણ ખાસ ઉપસ્થિત રહયા હતા
આ કાર્યક્રમ માં સંજય ભાઈ લાખાણી( ફૌજી) નવનિયુક્ત સરપંચ મોટી કુંકાવાવ તેમજ ખુબજ નિસ્વાર્થ સેવાભાવી વ્યક્તિ તરીકે જેમનું નામ ખુબજ દૂર દૂર સુધી લોકો દ્વારા લેવામાં આવતું હોઈ છે એવા ખુબજ નિસ્વાર્થ સેવાભાવી ભુમિ બહેન મહેતા તેમજ તેમજ તેમની ટીમના નવા ચૂંટાયેલા દરેક સભ્યો હાજર રહ્યા હતા તેમજ નવા વાઘણીયા ના સરપંચ શ્રી રમેશભાઈ તેમજ તેમની ટીમ ના નવા ચૂંટાયેલા દરેક સભ્યો અને  નવા વઘણિયના અગ્રણી આગેવાનો અને યુવાનો ખુબજ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા
સાથે સાથે આર્મી દિવસ રોજ આ કાર્યક્રમમાં  આર્મી જવાનો મા ખાસ ઉપસ્થિત એવા
ચેતનભાઇ આંબલીયા, મયુરભાઈ લાખાણી, હાર્દિકભાઈ બાબરીયા, નિકુંજભાઈ આંબલીયા,હિતેશભાઈ   હરિયાણી સહિત ના આર્મી મેનોએ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા
 ખુબજ સુંદર વિસ્તૃત માહિતી શ્રી સંજયભાઈ લાખાણી દ્વારા આપવામાં આવી હતી ઋષિકેશ રામાણી સાહેબ નું જીવન અને તેમના શહીદી  સુધીના તમામ વિગતો સમજાવી હતી
 સાથે સાથે નવા વાઘણીયા ના ગ્રામજનોનો પણ આ તકે ખૂબ ખુબ આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો
 કુકાવાવ મોટી ના અગ્રણી આગેવાનો તેમજ ગ્રામ જનો નો પણ આ તકે આભાર માનવામાં આવ્યો હતો
. સંજય ભાઈ લાખાણી (ફૌજી) જેમનું હુલામણું નામ છે તેઓ કુંકાવાવ મોટી ના નવા સરપંચ બન્યા છે તેઓ એ ૧૭ વર્ષ આર્મી માં ફરજ બજાવી છે જેઓ ૩૧/૭/૨૦૨૦  ના રોજ આર્મી માંથી નિવૃત્ત થયા છે જેઓ ટેંગા (. અરુણાચલ પ્રદેશ  ) કુપવાડા ( જમ્મુ કાશ્મીર) ચંદીગઢ .લેહ જેવી કઠિન જગ્યા પર ડ્યુટી બજાવી ચૂક્યા છે
 અને એમને કુંકાવાવ માં બી ફૌજી ટીમ બનાવી કુંકાવાવ અને આજુ બાજુના યુવાનો અને યુવતી ઓ ને કોઈ પણ ચાર્જ લીધા વગર દોઢેક વર્ષ થી ફિઝિકલ ટ્રેનિંગ તેમજ સ્પોર્ટ વિશે માહિતી આપે છે
 અને હવે તે મોટી કુંકાવાવ ના સરપંચપદ તરીકે નિયુક્ત થયા છે ગ્રામ જનોનો સ્નેહ થી જય હિન્દ
રિપોર્ટ રસિક વેગડા મોટીકુકાવાવ
Attachments area

IMG-20220117-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *