Gujarat

આશા વર્કરોનું આંદોલન આક્રમક બન્યું ભરૂચમાં આશા વર્કરોએ સરકારના સમાધાનને લોલીપોપ ગણાવી આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમા આશા વર્કર બહેનો વેતન વધારા સહિત અન્ય ભથ્થા અને સુવિધાના મુદ્દે આંદોલન કરી રહી છે. સમાધાન રૂપે સરકાર દ્વારા તાજેતરમા રૂ 2000 અને 2500 નાં વધારા સાથે અન્ય સુવિધા અંગેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.જોકે આ સમાધાનને લોલીપોપ ગણાવી આશા વર્કર બહેનોને મંજુર ન હોય તે સામે પુનઃ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે.ભરુચ જિલ્લા પંચાયત કચેરી ખાતે આશા વર્કર બહેનો હાથમાં પ્લે કાર્ડ અને બેનરો સાથે એકત્રિત થઈ હતી. ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શિત કરી સરકારના પરિપત્રની હોળી કરી હતી. આશા વર્કરો અને આશા ફેસીલેટર બહેનો માટે ઇનસેંટીવ બંધ કરી લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવવાની માંગ કરી આંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી હતી.

IMG-20220925-WA0124.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *