ઉર્જા અને પેટ્રો કેમીકલ્સ વિભાગ અને પીજીવીસીએલ દ્વારા ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિવષ્ય, પાવર@૨૦૪૭ હેઠળ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ઉજાલા દિવસની ઉજવણી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયાની અધ્યક્ષસ્થાને કરાઇ હતી. વિદ્યુત ક્ષેત્રે થયેલ પ્રગતિ અને વર્ષ ૨૦૪૭ સુધીની અપેક્ષાઓના અનુસંધાને આયોજિત આ કાર્યક્રમમાંમાં મહાનુભાવોના હસ્તે પ્રજાલક્ષી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો-પ્રમાણપત્રોનુ વિતરણ કરવામાં આવ્યુ હતું. આ સાથે સાંસ્કૃતિક કૃતિઓ અને કાર્યક્રમને આનુસંગિક ફીલ્મ પણ દર્શાવવામાં આવી હતી.
જૂનાગઢ માર્કેટ યાર્ડ ચેરમેનશ્રી કિરીટભાઈ પટેલે ઉદબોધન કરતા કહ્યું હતુ કે, વીજળી એ વ્યક્તિની મૂળભૂત જરૂરિયાત છે. ઉધોગો માટે પણ વીજળી પાયાની ભૂમિકામાં રહે છે. વીજળીની માંગને પહોંચી વળવા હવે રીંયુએબલ એનર્જી કાર્યરત થઈ રહ્યા છે. ખેતીવાડીમાં પણ વીજ જોડાણ આપવામાં આવી રહ્યા છે. સોલાર રુફ ટોપ અને સોલાર પેનલનો વધુને વધુ ઉપયોગ થાય તે માટે સરકારશ્રી દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. ભારે વરસાદમાં પણ વીજ પૂરવઠો નિયમિત પૂરો પડાયો હતો. આમ છત્તા ક્યારેય પાવર સપ્લાય અટક્યો ત્યારે અમારી ટિમ દ્વારા તેનું નિરાકરણ થતું રહે છે. ગુજરાતમાં લોકોને જ્યોતિગ્રામ યોજના હેઠળ ૨૪ કલાક વીજળી મળી રહે છે.
સ્વાગત અને પ્રાસંગિક પ્રવચન પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર શ્રી એ. એમ. પાઘડારે કર્યું હતું. જિલ્લા વહિવટી તંત્ર વતી પ્રાસંગિક પ્રવચન ડે. કલેકટર ચાંદની પરમારે કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી ભીખાભાઈ જોશી, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરશ્રી એ એમ પાઘડાર, કાર્યપાલક ઇજનેરશ્રી પી આર કરંગીયા, શ્રી એમ ડી ગણાત્રા, તથા શ્રી બી ડી પરમાર સહિતના પીજીવીસીએલના અધિકારીઓ, અગ્રણીશ્રી કિરીટભાઈ પટેલ, શ્રી દિનેશ ખટારીયા, શ્રી મોહનભાઈ પરમાર સહિતના મહાનુભાવો, નગરસેવકો, યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

