હાર્દિક કાનાબાર પ્રાચી
ઉના તાલુકાના કેસરીયા ગામે વિદ્યાર્થીઓ માટે બસ સુવિધા શરૂ કરવા અને એક્ષપ્રેસ બસો ને સ્ટોપ આપવા બાબતે ઉના એસટી ડેપો ખાતે સ્થાનિક હોદેદારો દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી ડેપો મેનેજર ને આવેદનપત્ર પાઠવ્યું..
આ તકે જિલ્લા પંચાયતનાં બાંધકામ સમિતિના ચેરમેન રૂડાભાઈ શિંગડ, પુર્વ સરપંચ અરજણભાઇ શિંગડ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે કેસરીયા ગામના 90 જેટલા વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો ઉના ખાતે જુદી જુદી શાળા કોલેજો માં અભ્યાસ અર્થે અપડાઉન કરી રહ્યા છે જે વિધાર્થીઓને શાળાએ જવા માટે સવારના 7 વાગ્યે અને બપોરના એક વાગ્યે સમયસર એસટી બસ ન મળતી હોવાથી વિદ્યાર્થીઓ શાળા નાં સમયે પહોંચી શકતા નથી જેથી વિદ્યાર્થીઓ નું શિક્ષણકાર્ય બગડી રહ્યું છે વિશેષમાં જણાવ્યું હતું કે આગાઉ નાં સમયમાં સવારે અને બપોરે કેસરીયા ખાતે વિદ્યાર્થીઓ માટે બસની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ તે બસને હાલમાં બંધ કરી દેવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓ ને હાલ અપડાઉન માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે તેમજ કાજરડી અને સોનારી ગામે થીં એસટી બસ વિધાર્થીઓને લંઈ આવતી બસમાં બેસવા માટે ની જગ્યા હોય નહીં જેથી કેસરીયા ગામના વિદ્યાર્થીઓ આ બસમાં પણ બેસી શકતા નથી અને કરેણી ગામે થીં વિદ્યાર્થીઓને લંઈને આવતી બસ કેસરીયા ખાતે થીં ઓવરબ્રિજ પરથી પસાર થઈ જાય છે તેમજ લાંબા રૂટની એક્ષપ્રેસ બસો ઓવરબ્રિજ પરથી પસાર થતી હોવાથી કેસરીયા ગામનાં અને આજુબાજુના પંદર વીસ ગામનાં લોકોને ઓખા, પોરબંદર, દ્વારકા, ભાવનગર રાજકોટ જેવા શહેરોમાં પરિવહન માટે એક્ષપ્રેસ બસના સ્ટોપ આપવા સહિતની લેખિત માંગ કરાઈ હતી.
આ બાબતે સત્વરે યોગ્ય નિરાકરણ કરવામાં નહી આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.


