Gujarat

ઊનાના સનખડાના સ્મશાન ગ્રૃપના ૧૨ યુવાનો દ્રારા રૂ.૩૦ હજારના ખર્ચે રસ્તો બનાવ્યો.. દર ચોમાસામાં પાણીના લીધે સ્મશાને જતા રસ્તા પર કિચડના કારણે ડાઘુઓ પરેશાની હેઠી રહ્યા હતા.   

ઊનાના સનખડા ગામના સ્મશાન તરફ જવા માટેના મુખ્ય રસ્તા પર ચોમાસા દરમ્યાન વરસાદના પાણીના કારણે કિચડનું સામ્રાજ્ય જામી જતું હોવાના કારણે સ્મશાન યાત્રામાં જતા ડાધુઓ હેરાન પરેશાન થઇ રહ્યાં હતા. જેથી ગામના સેવાભાવી સ્મશાન યુવા ગ્રુપ દ્વારા પોતાના ખર્ચે જેસીબીની મદદથી રસ્તા પર કાચી મેટલ પાથરી કાચા રસ્તાનું નિર્માણ કરી ડાધુઓને સ્મશાને જવા માટે મુશ્કેલી ન પડે તેથી આ કામગીરીને ગામ લોકોએ બીરદાવી હતી.

સનખડા ગામના સ્મશાન ખાતે ડાઘુઓને જવા માટે દર વર્ષે ચોમાસાની સીઝનમાં વરસાદનું પાણી ભરતા હોવાના કારણે સ્મશાને જતા ડાધુ ઓને રસ્તા પર કિડચના થર જામી જતા હોવાથી અવર જવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. અને નાછુટકે પાણીના કીચડમાંથી પસાર થઇને જવા મજબૂર બની રહ્યા હતા. આથી ગામના સ્મશાન ગ્રુપના ૧૨ જેટલા યુવાનોએ ફાળો કરી રૂ.૩૦ હજારના પોતાના ખર્ચે સ્મશાન જવાના રસ્તા પર જેસીબીની મદદથી ખોડી તેના પર કાચી મેટલ કાકરી નાખી આ કામગીરી કરી કાચો રોડ તૈયાર કર્યો હતો. જોકે હવે ગામના લોકો ડાધુઓને સ્મશાને જવા માટે રસ્તા પરની સમસ્યા દૂર થઇ હતી. આ ઉપરાંત સ્મશાન ગ્રૃપના સેવાભાવી યુવાનો દ્રારા સ્મશાનમાં સાફ સફાઈ તેમજ વૃક્ષારોપણ કરી વૃક્ષોનું જતન કરી રહ્યા છે. અને આ સેવાભાવી યુવાનો દ્રારા ગામ લોકોની સેવામાં આગળ આવી મદદરૂપ બને છે. આમ સેવાભાવી સ્મશાન ગ્રૃપના યુવાનોની કામગીરીથી લોકોમાં ખુશી જોવા મળેલ અને આ કામને બિરદાવેલ હતી.

-સ્મશાન-યુવા-ગ્રુપ-દ્વારા-પોતાના-ખર્ચે-ચોમાસામાં-પા-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *