Gujarat

ઊનામાં શખ્સે સાડા ૯ વર્ષની બાળકીનો એકલતાનો લાભ ઉઠાવી શરીરે બિભસ્ત અડપલા કર્યા…

સગીરવયની બાળકી ઘરે એકલી હતી ત્યારે નરાધમ શખ્સ ઘરમાં ધુસી આવ્યો..

ઊના શહેરમાં રહેતો શખ્સે સાડા નવ વર્ષની બાળકીના ઘરમાં પ્રવેશ કરી એકતાનો લાભ ઉઠાવી દિકરીના શરીરે અડપલા કરી અને નાશી જતાં આ અંગેની બાળકીએ તેમની માતાને આ બાબતની જાણ કરતા શખ્સ વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે પોસ્કો એક્ટની કલમ સહીતનો ગુન્હો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઉના શહેરમાં રહેતો નરેન્દ્ર હરકીશન સોરઠીયા વાણીયાએ પૂર્વ દયાનંદ સોસાયટીમાં રહેતી સાડા નવ વર્ષની બાળકી પોતાના ઘરે બપોરના સમયે એકલી હતી. ત્યારે નરેન્દ્ર હરકિશન સોરઠીયા ઘરમાં પ્રવેશ કરી સગીરવયની દિકરીનો એકલતાનો લાભ લઇ બાળકીના શરીરે અડપલા કરવા લાગેલ અને માઢા પર પપી કરતા ગભરાઇ ગયેલ બાળકી રડવા લાગતા તેમને કહેલ કે આ વાત તારા મમ્મીને કરતી નહી તેમ કહી ત્યાં ચાલ્યો ગયેલ હતો. અને ભોગબનનારએ તેમની માતાને  આ સમગ્ર ઘટનાની હકીકતથી વાકેફ કરતા માતાએ તાત્કાલીક દિકરીને સરકારી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયેલ અને આ બાબતે ભોગબનનારની માતાએ પોલીસમાં આ નરાધમ નરેન્દ્ર હરકીશન સોરઠીયા વિરૂધ પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે પોસ્કો એક્ટની કલમ સહીત ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. 

-સાડા-૯-વર્ષની-બાળકીનો-એકલતાનો-લાભ-ઉઠાવી-બિભસ્ત-અડપલા-કર્યા.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *