દર્દીની પોઝીશન ખુબજ ક્રિટીકલ હોય તો આગળની સારવાર માટે અન્ય હોસ્પીટલમાં રીફર કરવા કહેતા ઉશ્કેરાઇ ગયેલ…
ઊના શહેરમાં આવેલ ખાનગી હોસ્પીટલમાં એક દર્દીની પોઝીશન ખુબજ ક્રિટીકલ હોય જેથી આગળ રીફર કરવા તબીબે જણાવતા દર્દીના સગાસંબંધીએ ફરજ પરના હોસ્પીટલના તબીબ તેમજ સ્ટાફને ધામધામકી આપતા આ બાબતે ઉના પોલીસમાં લેખિત અરજી કરી કાર્યવાહી કરવા માંગ કરી હતી.
આ અંગેની પોલીસમાં અરજી મુજબ ઊના શહેરમાં પ્રાંત કચેરી પાસે હનુમાન મંદિર સામે ડો.મુકેશ શર્દુલભાઇ બલદાણીયાની હોસ્પીટલ આવેલ હોય આ હોસ્પીટલમાં તા.૧૬ ડીસે.૨૦૨૨ ના રોજ પાલાભાઇ લખમણભાઇ મહીડા બપોરના બે વાગ્યે દાખલ થયેલ. ત્યારે તેઓને બી.પી. તથા કીડની તકલીફ હોય તેઓની વ્યવસ્થીત સારવાર હાલના તબકકે ચાલુ છે. આ પેશન્ટ હાલ આઇ.સી.પુ. માં હોય અને પેશન્ટની પોઝીશન ખુબજ ક્રિટીકલ હોય તો આગળની સારવાર માટે અન્ય હોસ્પીટલમાં રીફર કરવા ડો.મુકેશ શર્દુલભાઇ બલદાણીયાએ તેવોના સગા સબંધીને જણાવેલ અને પ્રાથમીક સારવાર આપુ છુ ત્યાર બાદ આગળની સારવાર માટે બહાર ગામ લઇ જવા જણાવેલ હતું. ત્યારે દર્દીના સગા સબંધી બહારગામ લઇ જવા કે ઘરે લઇ જવા તૈયાર ન હોય અને દર્દીને અમારી હોસ્પીટલમાં લાવારીસ દર્દી તરીકે મુકીને ચાલ્યા ગયેલ છે. દર્દીના સગા સબંધી હોસ્પીટલમાં કેફી પીણુ પીને આવેલ હોય આ બાબતે તેઓને ના પાડેલ છે. જેથી ઉશ્કેરાઇ ગયેલા અને કહેલ કે અમારે દર્દીને અહીંથી મરી જાય ત્યાં સુધી લઇ જવો નથી. અને રૂપીયા નથી આપવા તમારી થાયે તે કરી લેજો અને દર્દીને તમારે અમારા ઘરે મુકવા આવવો પડશે. અને આ દર્દી તમને કેટલામાં પડે એ અમો જોઇ લેઇશુ. તેમજ અમો દર્દીના નામે કેટલા પૈસા પડાવીશુ તે તમે જોજો આ રીતે દર્દીના સગાએ ડો.મુકેશ બલદાણીયા તેમજ સ્ટાફને ધાક-ધમકી આપેલ હોય આ બાબતે પોલીસમાં લેખિત અરજી કરી યોગ્ય પગલા લઇ કાર્યવાહી કરવા માંગ કરેલ છે. તેમજ દર્દીને કાંઇપણ થાય તો તેની જવાબદારી ડોકટર કે અમારા સ્ટાફની રહેશે નહીં. તેવું રજુઆતમાં ઉલ્લેખ કરેલ..
