Gujarat

એનએસયુઆઈએ યુનિવર્સિટ પાસેનો જાહેર રસ્તો બંધ કર્યો

અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટીના બાબા સાહેબ આંબેડકર ગેટ પાસેનો રસ્તો છેલ્લા ૨ વર્ષથી તૂટેલી હાલતમાં છે.આ તૂટેલા રસ્તાને લઈને અનેક વખત વિદ્યાર્થીઓ તથા અન્ય રાહદારીઓને અકસ્માત પણ થાય છે.નવો રસ્તો બનાવવા અનેક વખત રજુઆત કરવામાં આવી છે તે છતાં રસ્તો ના બનતા એનએસયુઆઈ દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. રસ્તા પર એનએસયુઆઈ ના કાર્યકરોએ વાહનો આડા કરી દીધા હતાં અને કાર્યકરોએ રોડ પર જ સુઇ જઈને વિરોધ કર્યો હતો.જાેકે પોલીસે તમામ કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.આ અંગે એનએસયુઆઈ ના સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા વિવિધ ભાવનો બનાવવામાં આવે છે પરંતુ તૂટેલ રોડ રસ્તા અંગે રજુઆત કરી છતાં નવા બનાવવાં આવતા નથી.રોજ ૩-૪ લોકોનો અકસ્માત થાય છે.હજુ બનાવવામાં નહીં આવે અને ગંભીર અકસ્માત થશે તો જવાબદારી કુલપતિની રહેશે.અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસેનો રસ્તો છેલ્લા કેટલાય સમયથી તૂટેલી હાલતમાં છે.આ તૂટેલા રસ્તાને લઈને અનેક વખત વિદ્યાર્થીઓએ રજુઆત કરી છે. છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. જેને લઈને એનએસયુઆઈ દ્વારા ૨૦ મિનિટ સુધી ગુજરાત યુનિવર્સિટીની બહારનો રસ્તો બંધ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો.રસ્તા પર એનએસયુઆઈ ના કાર્યકરો સુઈ ગયા હતા અને વાહન ચાલકોને રોકી દીધા હતા.

File-02-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *