નર્મદા
નર્મદાના પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષકએ જિલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તથા જિલ્લામાંથી દારૂના દુષણને ડામવા તેમજ અસરકારક કામગીરી કરવા માટેની કડક નિર્દેશો અને સુચનો કર્યા હતા. જેને પગલે જે.બી. ખાંબલા, પોલીસ ઈન્સ્પેક્ટર એલ.સી.બીએ પોલીસ સ્ટાફના કર્મચારીઓને સુચના કરતાં યોગેશભાઇ બળદેવભાઇ તથા કૃષ્ણાભાઇ શંકરભાઇને માંડણ ગામમાં રહેતા સુરેશ ઈશ્વર વસાવા તથા કિરણ ઈશ્વર વસાવાએ કરજણ નદીના સામેના કિનારે વિદેશી દારૂ સંતાડેલની બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. ભરતભાઇ તથા અ.હે.કો. કિરણભાઇ તથા આ.હે.કો. ઉમેશભાઇ તથા લો.ર. કેયુરસિંહ તથા લો.ર.અનિલભાઇ સાથે પ્રોહીબીશન અંગેની રેઇડ કરતા કુલ બોટલ નંગ- ૮૬૪ કિં.રૂ.૮૬,૪૦૦/-ના મુદ્દામાલ પકડી ગુનો દાખલ કર્યો છે.


