ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના સમાજ સુરક્ષા ખાતા દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય યોજના ચાલુ છે. આ યોજનામાં જો એક વ્યક્તિ દિવ્યાંગ હોય અને લગ્ન કરેલ હોય તે દિવ્યાંગ વ્યક્તિને રૂ.૫૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે. તેમજ જો બંને વ્યક્તિ દિવ્યાંગ હોય તો તેઓને રૂ.૧લાખની સહાય મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ મેળવનાર જામનગર જિલ્લાના રહેવાસી હોય અને જો ઓછામાં ઓછી ૪૦% દિવ્યાંગતા ધરાવતા હોય તો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી સેવા સદન-૪ રાજપાર્કનો સંપર્ક કરવાનો રહેશે.
આ યોજનાનો લાભ મેળવવા માટે લગ્ન કર્યાના ફક્ત બે વર્ષની અંદર જ અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે જરૂરી આધાર પુરાવાઓ જેમાં બન્ને વ્યક્તિના આધારકાર્ડ, દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, રેશનકાર્ડની નકલ, બન્ને વ્યક્તિના જન્મનું પ્રમાણપત્ર/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, લગ્નની કંકોત્રી, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, બન્ને વ્યક્તિના સરકારી બેંક ખાતાની નકલ, લગ્નનો કપલ ફોટો તેમજ લગ્ન કરાવનાર પંડિતના આધારકાર્ડની નકલ આપવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
