Gujarat

કચ્છમાં બે દિવસ યલો એલર્ટ

અમદાવાદ
કચ્છમાં ગરમીના પ્રકોપને પગલે બે દિવસ માટે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વળી, રાજ્યભરમાં આગામી ત્રણથી ચાર દિવસ તાપમાનમાં સ્થિરતા રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રવિવારે રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં પણ મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રીથી વધુ નોંધાયુ હતુ. ખેડામાં ૪૫ ડિગ્રી સાથે રેકૉર્ડબ્રેક ગરમી નોંધાઈ હતી. જાે કે, રાજ્યમાં વડોદરા, ભૂજ, ડીસા, ગાંધીનગર, ભાવનગરમાં છેલ્લા બે દિવસની તુલનામાં તાપમાનમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો. દરમિયાન ૪૧.૨ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતા બે ડિગ્રી વધુ નોંધાયુ હતુ. આગામી ત્રણ દિવસ સુધી અમદાવાદનુ તાપમાન ૪૧ ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે પરંતુ ૨૧ એપ્રિલ સુધી ફરથી અમદાવાદમાં તાપમાન ૪૨ ડિગ્રી વધી શકે છે.સમગ્ર રાજ્યમાં હાલમાં આગ ઝરતી ગરમી પડી રહી છે. લોકો કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે. જાે કે, અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં સતત બીજા દિવસે તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધવામાં આવ્યો છે. રવિવારે ખેડામાં ૪૫ ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. વળી, કંડલા એરપોર્ટમાં ૪૩, અમદાવાદમાં ૪૧.૨ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધવામાં આવ્યુ હતુ. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં બેથી ત્રણ દિવસ તાપમાન ૪૧ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.

temperature-Ahaemdavad-41-Dgree-Kachch-Yelloy-Alert.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *