Gujarat

કચ્છ બેન્ટોનાઈટ વેલ્ફેર મંડળે મુખ્યમંત્રીને નવી ખનિજ નીતિમાં સુધારા માટે રજૂઆત કરી

ભુજ
નવી ખનિજ નીતિમાં ટ્રક મલિક પાસે જે દંડની રકમ નક્કી કરવામાં આવી છે તે દરેક વખતે સુસંગત હોતી નથી જેને લઈ વિના કારણે ટ્રક માલિકોને દંડ ભોગવવાનો વારો આવે છે. ઘણી વખત ટ્રકમાં પંક્ચર પડી જાય અથવા કોઈ જાતની ક્ષતિ સર્જાય ત્યારે રોયલ્ટીમાં દાંતશાવેલો સમય નીકળી જાય છે. તે વેળાએ શુ કરવું તેની કોઈજ સ્પષ્ટતા નવી નીતિમાં કરાઈ નથી. આ પરિસ્થિતિમાં ખાણીજનો જથ્થો ચોરીનો હોવાનું દર્શાવાય છે. તેથી ટ્રક માલિકને નાહકનો દંડ ચૂકવવો પડે છે. આ બાબતે યોગ્ય વ્યવસ્થા કરવા કચ્છ બેંટોનાઈટ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છેરાજ્ય સરકાર દ્વારા ખનિજ પરિવહન અંગે બહાર પડાયેલી નવી નીતિમાં સુસંગતતાના અભાવે ટ્રક માલિકોને પડી રહેલી મુશ્કેલી બાબતે કચ્છ બેંટોનાઈટ વેલફેર એસોસિએશન દ્વારા નવી ખનિજ નીતિમાં સુધાર લાવવાની રજુઆત મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી હતી. નીતિ મુજબ લેવામાં આવતો દંડ અકારણ ચૂકવવો પડી રહ્યો છે. જેને લઈ પરિવહન કર્તાઓને ભારે આર્થિક નુકશાની વેઠવી પડી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *