મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ કેશવ કોમ્પ્લેક્સ ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે અમિતભાઈ ચાવડા પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ની ઉપસ્થિતિમાં કોંગ્રેસની મીટીંગ જોઈ.આ મિટિંગમાં કઠલાલ કપડવંજ કોંગ્રેસના ધારાસભ્ય કાળુસિંહ ડાભી સહિત કપડવંજ અને કઠલાલ શહેર અને તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા તેમ જ આવનાર સમયમા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત થશે તેવો વિશ્વાસ અમિતભાઈ ચાવડાએ વ્યક્ત કર્યો હતો.


