જુનાગઢ જિલ્લામાં યોજાયેલ ઓનલાઇન ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિભાગ નંબર-3 ( સોફ્ટવેર ઍન્ડ એપ્સ ) ઓનલાઈન અને ઓફલાઇન ક્વિઝિઝ દ્વારા મૂલ્યાંકન
નામની કૃતિમાં શ્રી માધ્યમિક શાળા કાથરોટા જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાએ સ્પર્ધા માટે પસંદગી પામતાં શાળા પરિવાર અને સંચાલક મંડળ દ્વારા બંને બાળ વૈજ્ઞાનિકોને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત જુનાગઢ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા જુનાગઢ જીલ્લા કક્ષાનું ગણિત -વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન કોવિડ -19 ની ગાઈડલાઈન મુજબ ટેક્નોલોજી દ્વારા વર્ચ્યુલ અને ઓનલાઈન રજૂ થાય તે પ્રમાણે આયોજન કરાયું હતું.
સોફ્ટવેર ઍન્ડ એપ્સ- ઓનલાઈન અને ઓફલાઇન ક્વિઝિઝ દ્વારા મૂલ્યાંકન કૃતિ તૈયાર કરી
જેમાં માધ્યમિક શાળા વિભાગમાં જુનાગઢ જિલ્લા શ્રી માધ્યમિક શાળા કાથરોટાની હાઈસ્કૂલના બાળ વૈજ્ઞાનિકો ભારથી શિવમ દિનેશભાઈ અને રાઠોડ સિધ્ધાર્થ જયંતિભાઈ સફળતા પ્રાપ્ત કરી હતી જેના ગણિત
વિજ્ઞાન શિક્ષક બલદેવપરી જવેરપરી (બે રાષ્ટ્રપતિ એવાર્ડ વિજેતા) સાહેબના માર્ગદર્શન હેઠળ વિભાગ -3માં સોફ્ટવેર અને એપ્સમાં, *ઓનલાઈન અને ઓફલાઇન ક્વિઝિઝ દ્વારા મૂલ્યાંકન* નામની કૃતિ રજૂ કરતાં આ પ્રયોગને જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રાજ્ય કક્ષા માટે પસંદગી પામી છે.
શાળાના પ્રિન્સિપાલ ઓરિયા દિપકભાઈએ વિષય શિક્ષકોને અને વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન અને પ્રેરણા આપી પ્રોત્સાહિત કરી શાળાને સિદ્ધિ અપાવવા બદલ કાથરોટા કેળવણી મંડળના પ્રમુખ ડાવરિયા વિઠ્ઠલભાઈ , શિક્ષક-ડાંગર જગદીશભાઈ , માર્ગદર્શક શિક્ષક અને વક્તવ્ય સભર સચોટ રજૂઆત કરનાર બાળ વૈજ્ઞાનિકોને અભિનંદન આપી રાજ્ય કક્ષાએ પણ સફળતા જાળવી રાખે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
તસવીર અહેવાલ જીગ્નેશ પટેલ માણાવદર
Attachments area


