પ્રધાનમંત્રી અખિલ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત કાર્યરત ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન જામનગરની એક્ઝીક્યૂટીવ કમિટી તથા ગવર્નિંગ કાઉન્સિલ કમિટીની બેઠક તા.૨૮-૦૯-૨૦૨૨ ના રોજ કલેક્ટર કચેરી સભાખંડ ખાતે કલેક્ટરશ્રી ડો. સૌરભ પારઘીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. જેમાં ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન જામનગર અંતર્ગત સમાવિષ્ટ ખનન અસરગ્રસ્ત ગામોમાં કરેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તથા જામનગર જિલ્લાના વિવિધ વિભાગો તરફથી આવેલ દરખાસ્તોની સમીક્ષા કરી નવા કામો ને મંજૂરી આપવામાં આવી હતી.
આ બેઠકમાં સાંસદશ્રી પુનમબેન માડમ, ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ કાલરિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી તથા અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.


