સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ તા.૨૮/૯/૨૦૨૨ બુધવારના રોજ કાણકિયા કોલેજ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચ ના સંયુક્ત ઉપક્રમે માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન સાવરકુંડલા વાળા (હાલ મુંબઈ)ના સંપૂર્ણ આર્થિક સહયોગથી થેલેસેમિયા ટેસ્ટ તથા બ્લડ ડોનેશન કેમ્પનું કોલેજમાં આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી ડી.એચ.ભાલારા પ્રાંત અધિકારી,શ્રી ડી.કે.વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર, સાવરકુંડલા ટાઉન તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન ડો.જે.બી. વડેરા સાહેબ, સેક્રેટરી શ્રી મેહુલભાઈ વ્યાસ તથા રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદ ટીમ- બ્લડ બેન્ક,રાજકોટ ટીમ તથા નુતન કેળવણી મંડળના ઉપપ્રમુખશ્રી મુકુંદભાઈ નાગ્રેચા, મેનેજિંગ ટ્રસ્ટીશ્રી જયંતીભાઈ વાટલીયા, ટ્રસ્ટી શ્રી કનુભાઈ ગેડિયા, કારોબારી સભ્ય શ્રી અષ્ટકાંતભાઈ સૂચક, શ્રી જનકભાઈ ઉપાધ્યાય વગેરે ઉપસ્થિત રહેલ.
કોલેજના પ્રિન્સિપાલ ડો.એસ.સી.રવિયાએ કાર્યક્રમને અનુલક્ષીને પ્રાસંગિક ઉદબોધન કરેલ તેમજ સેક્રેટરી શ્રી મેહુલભાઈ વ્યાસે થેલેસેમિયા ટેસ્ટ તથા બ્લડ ડોનેશન નું મહત્વ સમજાવેલ. કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી ભાલારા મેડમે પણ વિદ્યાર્થીઓને વક્તવ્ય આપી પ્રોત્સાહિત કરેલ. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા તમામ મહાનુભાવોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી બંને કાર્યક્રમ ખુલ્લા મુકવામાં આવેલ.
થેલેસેમિયા કેમ્પમાં કોલેજના પ્રથમ વર્ષના કુલ ૩૨૫ વિદ્યાર્થીઓએ આ ટેસ્ટ કરાવેલ તેમજ ૨૫ વિદ્યાર્થીઓએ બ્લડ ડોનેશન કરેલ. તમામ રક્તદાતાઓને દાતા પરિવાર તરફથી એક લીટર સીંગતેલ તથા બ્લડ બેન્ક તરફથી આકર્ષક ભેટ તથા સર્ટીફીકેટ આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના પ્રિ.ડો.એસ.સી.રવિયા તથા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો.એમ.જે.પટોળીયા, એનસીસી કમાન્ડિગ ઓફિસર ડો. એલ.એલ.ચૌહાણ તથા કોલેજના સમગ્ર સ્ટાફ ગણે વિશેષ જહેમત ઉઠાવેલ. એક વિશેષ નોંધ લેવા જેવી વિગત આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા કોલેજની દ્વિતીય વર્ષની વિદ્યાર્થીની ભાગવાણી દૂસરા હસનભાઈ કે જે થેલેસેમિયા મેજર છે,તેને નૂતન કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી મુકુંદભાઈ નાગ્રેચા દ્વારા દર મહિને રૂપિયા ૧૦૦૦/- ૧ વર્ષ સુધીની આર્થિક સહાય જાહેર કરેલ છે.


