સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે. ત્યારે છોટાઉદેપુર વિધાનસભા બેઠક વર્ષોથી કોંગ્રેસના પક્ષમાં રહી છે. ત્યારે આવનારી ચૂંટણીમાં પકડ ઢીલી ન પડે તે હેતુસર રાજસ્થાનના મંત્રી અર્જુનભાઈ જેઓ છોટાઉદેપુર વિધાનસભા બેઠકના પ્રભારી હોઈ તેઓના અધ્યક્ષ સ્થાને બોડેલીના મોટાકાંટવા ગામે કોંગ્રેસી કાર્યકરોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. પરંતુ દિલ્હીથી તેડું આવી જતા પ્રભારી અર્જુનભાઈને તાત્કાલિક રવાના થવું પડ્યું હતું. ત્યારે તેઓના પ્રતિનિધિ તરીકે રાજસ્થાનના બાંસવાડાના માજી ધારાસભ્ય રમેશભાઈ પંડ્યાના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસી કાર્યકરોનું સંમેલન યોજવામાં આવ્યું હતું
જેમાં કોંગ્રેસના પીઢ કાર્યકર તેમજ નેતા એવા ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા તેમજ છોટાઉદેપુર બેઠકના દાવેદારો એવા સંગ્રામસિંહ રાઠવા, રાજેન્દ્રસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે કોંગ્રેસના સરપંચો તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


