Gujarat

ગાંધીનગરમાં સેક્ટર-૨૭માં બાઈકની ચોરી કરતા બે ચોર સીસીટીવીમાં કેદ

ગાંધીનગર
ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીના બનાવોએ માઝા મૂકી દીધી છે. એમાંય ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસ, સેકટર – ૨૧, સેકટર – ૨૪ શાક માર્કેટ તેમજ સેકટર – ૧૧માંથી છાશવારે વાહન ચોરીના બનાવો પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે સેકટર-૨૭ની એકતા કોલોનીમાંથી બે ચોર પલ્સર બાઈકની ચોરી કરીને ફરાર થઇ જતાં સેકટર – ૨૧ પોલીસ મથકના ચોપડે ફરિયાદ દાખલ થઇ છે. સેકટર-૨૭ એકતા કોલોની મકાન નંબર ૭૪૮માં રહેતાં કુણાલભાઈ દિનેશચંદ્ર મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. ગત તારીખ ૯મી મેનાં રોજ જમી પરવારીને કુણાલભાઇ સૂઈ ગયા હતા. જેમનું પલ્સર બાઇક નંબર (જીજે-૧૮-ડીએલ-૭૭૨૩) ઘર આગળ પાર્ક કર્યું હતું. બીજા દિવસે સવારે નોકરી જવા માટે કુણાલભાઈ નીકળ્યા ત્યારે ઘર આગળ પાર્ક કરેલ બાઈક કોઈ ચોર ઈસમ ઉઠાવી ગયું હોવાનું માલુમ પડયું હતું. આ મામલે સેકટર – ૨૧ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ છે. જ્યારે ઘર પાસે આવેલા એક પાર્લરમાં બે ચોર પૈકી એક ચોર પાણીની બોટલ ખરીદી કરતા સીસીટીવીમાં કેદ થયો છે. ઉપરાંત ચોરીની ઘટનાને અંજામ આપતા પહેલા બંને ચોરની તમામ ગતિવિધિઓ પણ કેમેરામાં આબાદ રીતે કેદ થઈ ચૂકી છે. જેનાં પગલે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા બન્ને ચોરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.ગાંધીનગરના સેકટર-૨૭ની એકતા સોસાયટીમાંથી દરમિયાન ઘર આગળ પાર્ક કરેલી પલ્સર બાઈકની ઉઠાંતરી કરતાં બે ચોર સીસીટીવી કેમેરામાં આબાદ રીતે કેદ થઈ ગયા છે. પોલીસે સીસીટીવીના આધારે બંને યુવાન ચોરને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમ બનાવીને તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

Two-thieves-were-caught-on-camera-stealing-a-bike.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *