Gujarat

ગુજરાતના બે દાયકાની વિકાસગાથા રજૂ કરતી ફિલ્મનું પણ નિદર્શન કરાયું

વંદે ગુજરાત વિકાસ યાત્રા વિસાવદર તાલુકાના કાલસારી ગામે પહોંચતા ગ્રામજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. સાથે જ પ્રાથમિક શાળાની બાળાઓએ પણ કુમ-કુમ તિલક કરી વંદે ગુજરાત વિકાસ યાત્રાના વધામણા કર્યા હતા.

   આ પ્રસંગે કાલસારી ગામે રૂ.૪.૫૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર પૂર સંરક્ષણ દિવાલ અને રૂ. ત્રણ લાખના પેવર બ્લોકના વિકાસ કામોનું ખાતમહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓના લાભોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગુજરાતના બે દાયકાની વિકાસ ગાથા રજૂ કરતી ફિલ્મને પણ મહાનુભાવો અને ગ્રામજનોએ નિહાળી હતી.

    આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વિપુલભાઈ કાવાણીએ જણાવ્યું કે, ગુજરાત સરકારે છેલ્લા બે દાયકામાં લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે અસંખ્ય વિકાસના કામો કર્યા છે. ખાસ કરીને રાજ્ય સરકારે ગ્રામીણ વિકાસ માટે પૂરતો ભાર આપી માતબર અનુદાન ફાળવ્યું છે. ઉપરાંત રાજ્યના લોકોના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી લોકોનું જીવન ધોરણ ઉંચું લાવવાનો પ્રયાસ કર્યો છે.

    આ તકે પ્રાંત અધિકારી શ્રી પ્રશાંત માંગુડાએ શાબ્દિક સ્વાગતની સાથે વંદે ગુજરાત વિકાસ યાત્રાની વિભાવના સ્પષ્ટ કરી હતી. અંતમાં પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ગોપાલભાઈ સાવલિયાએ આભારવિધિ કરી હતી.

   આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી નીતિનભાઈ કપુરીયા, ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ સરધારા, કારોબારીના ચેરમેન શ્રી અતુલભાઈ ભાયાણી, અગ્રણી સર્વશ્રી નરેન્દ્ર ભાઈ કોટીલા, રમણીકભાઈ દુધાત્રા, ભરતભાઈ કોટડીયા, મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી, સરપંચ શ્રી હરેશભાઈ પાટડીયા, તલાટી કમ મંત્રી શ્રી એમ.એ. ઝાલા સહિતના પદાધિકારી-અધિકારી અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

kalsari-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *